U19 એશિયા કપ: ભારતે સેમી ફાઈનલમાં શ્રીલંકાને હરાવ્યું, ફાઈનલમાં પાકિસ્તાન સામે ટકરાશે

સોર્સ : GOOGLE
એસીસી અંડર-19 એશિયા કપ 2025 પહેલા સેમીફાઈનલમાં ભારતનો સામનો શ્રીલંકા સાથે છે. દુબઈના આઈસીસી એકેડમી ગ્રાઉન્ડમાં થયેલા મુકાબલામાં ભારતીય ટીમે 8 વિકેટથી જીત હાંસલ કરી. મેચમાં ભારતને જીત માટે 139 રનનો ટાર્ગેટ મળ્યો, જેને ભારતે 12 બોલ બાકી રહેતા જ હાંસલ કરી લીધો. વરસાદને લઈને મેચને 20-20 ઓવરની કરી દેવાઈ છે.
આયુષ મ્હાત્રેની આગેવાનીમાં ભારતીય ટીમ હવે ફાઈનલ મુકાબલામાં પ્રતિસ્પર્ધી પાકિસ્તાનનો સામનો કરશે. ફાઈનલ 21 ડિસેમ્બર (રવિવાર)ને દુબઈના આઈસીસી એકેડમી ગ્રાઉન્ડમાં જ રમાશે. જણાવી દઈએ કે, પાકિસ્તાને બીજી સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 8 વિકેટથી હરાવ્યું.

