Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : After RCB and RR Shah Rukh Khan's KKR is reportedly up for sale

RCB-RR બાદ હવે શાહરૂખ ખાનની KKR પણ વેચાણ માટે છે તૈયાર, ઓક્શન પછી સામે આવ્યા મોટા સમાચાર

Timeછેલ્લું અપડેટ : 19 Dec 2025
લાઇવ ટીવીGoogle News
RCB-RR બાદ હવે શાહરૂખ ખાનની KKR પણ વેચાણ માટે છે તૈયાર, ઓક્શન પછી સામે આવ્યા મોટા સમાચાર
સોર્સ : GSTV

IPLની 19મી સિઝન માટે મિની ઓક્શન 16 ડિસેમ્બર, 2025ના રોજ અબુ ધાબીના એતિહાદ એરેના ખાતે યોજાયું હતું. આ ઓક્શનના ત્રણ દિવસ પછી ભૂતપૂર્વ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક અહેવાલ મુજબ, ત્રણ વખતના IPL ચેમ્પિયન (KKR) નો હિસ્સો વેચવાની તૈયારી ચાલી રહી છે. IPL 2026ની શરૂઆત પહેલા આ ત્રીજી ફ્રેન્ચાઈઝી છે, જેના વેચાવાના સસમાચાર સામે આવી રહ્યા છે. પહેલા વર્તમાન IPL ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના વેચાણના સમાચાર આવ્યા હતા. પછી લીગના પ્રારંભિક ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ (RR) ના વેચાણના સમાચાર આવ્યા હતા.

App Store

KKRમાં કોનો હિસ્સો વેચવામાં આવશે?

એક અહેવાલ મુજબ, શાહરૂખ ખાન અને જુહી ચાવલા-જય મહેતાની માલિકીની કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) આગામી વર્ષે એટલે કે 2026માં વેચાણ પ્રક્રિયા શરૂ કરી શકે છે. જોકે, રિપોર્ટમાં જણાવાયું છે કે RCB અને RRની તુલનામાં કોલકાતામાં ફક્ત એક નાનો હિસ્સો વેચવામાં આવશે. તમને જણાવી દઈએ કે બેંગલુરુના માલિક, ડિએજિયોએ તાજેતરમાં પુષ્ટિ કરી હતી કે તેઓ માર્ચ 2026 પહેલા ફ્રેન્ચાઈઝીની વેચાણ પ્રક્રિયા પૂર્ણ કરવા ઈચ્છે છે. RCB અને RRના કિસ્સામાં, ફ્રેન્ચાઈઝીની માલિકી સંપૂર્ણપણે બદલાઈ જવાની તૈયારીમાં છે. જોકે, કોલકાતાની વાર્તા આ બે ફ્રેન્ચાઈઝીઓથી અલગ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે હાલમાં ફક્ત મહેતા ગ્રુપ જ પોતાનો નાનો હિસ્સો વેચવા માંગે છે, પરંતુ આ ફ્રેન્ચાઈઝીના ઓનરશિપ કંટ્રોલને અસર નહીં કરે.

શાહરૂખ ખાન અને મહેતા ગ્રુપનો હિસ્સો કેટલો છે?

ત્રણ વખતની IPL ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન, પીઢ અભિનેત્રી જુહી ચાવલા અને તેના પતિ જય મહેતાની માલિકીની છે. આ ફ્રેન્ચાઈઝી નાઈટ રાઈડર્સ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ હેઠળ ચલાવવામાં આવે છે, જેમાં શાહરૂખ ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટનો 55 ટકા હિસ્સો છે. જ્યારે જુહી ચાવલા અને જય મહેતાનું મહેતા ગ્રુપ 45 ટકા હિસ્સો ધરાવે છે.

IPLની પહેલી સિઝનથી રમે છે KKR

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ IPLની 8 ઓરિજિનલ ફ્રેન્ચાઈઝીઓમાંથી એક છે, જેની સાથે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 2008માં IPL શરૂ કર્યો હતો. શાહરૂખ ખાનના રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને જુહી ચાવલા અને તેના પતિ જય મહેતાના મહેતા ગ્રુપે કોલકાતા નાઈટ રાઈડર્સને 75 મિલિયન ડોલર (તે સમયે આશરે 298 કરોડ રૂપિયા) માં ખરીદ્યું હતું. તે સમયે ફ્રેન્ચાઈઝી આઠ IPL ટીમોમાં સાતમી સૌથી મોંઘી હતી. IPLમાં આ ટીમનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું છે, તેણે 2012માં તેનું પહેલું IPL ટાઈટલ જીત્યું, આ પછી બીજું ટાઈટલ 2014માં જીત્યું અને ટીમ 10 વર્ષ પછી 2024માં ત્રીજી વખત ચેમ્પિયન બની હતી.