IPL 2026 Auction / કોણ છે પ્રશાંત વીર અને કાર્તિક શર્મા? જેના પર CSKએ વરસાવ્યા કરોડો રૂપિયા

IPL 2026ના મિની ઓક્શનમાં CSKએ ભારતીય અનકેપ્ડ ખેલાડીઓ માટે પોતાની તિજોરી ખોલી છે. ટીમે 30 લાખની બેઝ પ્રાઈઝ ધરાવતા પ્રશાંત વીર અને કાર્તિક શર્મા માટે 28.40 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આ સાથે બંને ખેલાડીઓ IPL ઈતિહાસના સૌથી મોંઘા (14.20 કરોડ) ખેલાડી બની ગયા છે. હવે આ સમયે બધાના મનમાં સવાલ આવે છે કે આ બે ખેલાડીઓ કોણ છે, જેમના પર આટલો મોટી બોલી લાગી અને ટીમો વચ્ચે બિડિંગ વોર ચાલી હતી. ચાલો તમને આ ખેલાડીઓ વિશે જણાવીએ.
પ્રશાંત વીર કોણ છે?
ચેન્નાઈ સુપર કિંગ્સમાં જોડાનાર પ્રશાંત વીરનો જન્મ 24 નવેમ્બર, 2024ના રોજ ઉત્તર પ્રદેશના અમેઠીમાં થયો હતો. 20 વર્ષીય પ્રશાંત એક ઓલરાઉન્ડર છે. તે લેફટી બેટ્સમેન અને સ્લો લેફ્ટ આર્મ ઓર્થોડોક્સ બોલર છે.
પ્રશાંત વીરએ UP T20 લીગમાં નોઈડા સુપર કિંગ્સ માટે રમીને પોતાની છાપ છોડી હતી. ઓલરાઉન્ડરે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું. રવિન્દ્ર જાડેજાના ગયા પછી CSK આવા જ ખેલાડીની શોધમાં હતું.
પ્રશાંત વીરે 9 T20 મેચની 7 ઈનિંગ્સમાં 112 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 167.16 છે. તેણે 9 T20 મેચમાં 12 વિકેટ લીધી છે. 8 ડિસેમ્બરે રમાયેલી તેની છેલ્લી મેચમાં તેણે બિહાર સામે અણનમ 40 રન બનાવ્યા હતા અને 1 વિકેટ લીધી હતી.
કાર્તિક શર્મા કોણ છે?
કાર્તિક શર્મા ભારતીય ઘરેલુ ક્રિકેટમાં રાજસ્થાન તરફથી રમે છે. તે તેની બીગ હિટિંગ અને વિસ્ફોટક સ્ટ્રાઈક રેટ માટે જાણીતો છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025-26 સિઝનમાં તેણે રાજસ્થાન માટે 5 મેચમાં 160ના સ્ટ્રાઈક રેટથી 133 રન બનાવ્યા હતા. કાર્તિક શર્માની બીજી ખાસિયત એ છે કે તે ડેથ ઓવરમાં મોટા શોટ ફટકારીને ફિનિશરની ભૂમિકા ભજવી શકે છે.
તેણે રાજસ્થાન માટે અંડર-14 અને અંડર-16 સ્તરે પણ પોતાનું નામ બનાવ્યું છે. તેણે અત્યાર સુધીમાં 12 T20 મેચમાં 334 રન બનાવ્યા છે. તેનો T20 સ્ટ્રાઈક રેટ લગભગ 163 છે.કાર્તિક શર્મા વિકેટકીપર હોવાની સાથે તેની પાસે હિટીંગ પાવર પણ છે, જે આ સિઝનમાં ઘણી ટીમોની સમસ્યા ઓછી કરી શકવા માટે સક્ષમ હતો. આ જ કારણ છે કે તેના માટે ટીમો વચ્ચે બિડિંગ વોર થઈ અને તેને બેઝ પ્રાઈઝ કરતાં આટલા વધુ રૂપિયા મળ્યા.

