Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Cameron Green becomes most expensive foreign player in IPL

IPL 2026 Auction / KKRએ કેમરોન ગ્રીન માટે ખોલી તિજોરી, ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર બન્યો સૌથી મોંઘો વિદેશી ખેલાડી

Timeછેલ્લું અપડેટ : 16 Dec 2025
લાઇવ ટીવીGoogle News
IPL 2026 Auction / KKRએ કેમરોન ગ્રીન માટે ખોલી તિજોરી, ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર બન્યો સૌથી મોંઘો વિદેશી ખેલાડી
સોર્સ : GSTV

કેમેરોન ગ્રીનને કોલકાતા નાઈટ રાઈડર્સે 25.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ગ્રીન માટે CSK અને KKR વચ્ચે જોરદાર બિડિંગ વોર જોવા મળી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે 25 કરોડ રૂપિયા સુધી બોલી લગાવી અને પછી ટીમ ખસી ગઈ. આ સાથે ગ્રીન હવે IPL ઓક્શનના ઈતિહાસમાં સૌથી મોંઘો વિદેશી ખેલાડી બની ગયો છે, તેણે મિચેલ સ્ટાર્કનો રેકોર્ડ તોડ્યો છે, જેને 2024ના ઓક્શનમાં KKRએ જ 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

App Store

કેમેરોન ગ્રીન માટે સૌથી પહેલી બોલી મુંબઈ ઈન્ડિયન્સે લગાવી હતી, પરંતુ તેમના પર્સમાં ફક્ત 2.75 કરોડ રૂપિયા બાકી હોવાથી, ટીમે વધુ બોલી નહતી લગાવી. ત્યારબાદ KKR અને RR વચ્ચે જોરદાર બિડિંગ વોર શરૂ થઈ. રાજસ્થાન પાસે તેના પર્સમાં 16.05 કરોડ રૂપિયા જ બાકી છે, છતાં તેણે ગ્રીન માટે 13.40 કરોડ રૂપિયા સુધીની બોલી લગાવી હતી.

CSK-KKR વચ્ચે બિડિંગ વોર

આ પછી ચેન્નાઈ સુપર કિંગ્સે બિડિંગમાં પ્રવેશ કર્યો. CSK અને KKR ફ્રેન્ચાઈઝી વચ્ચે જોરદાર બિડિંગ વોર શરૂ થઈ. બંને ટીમોને એક ઓલરાઉન્ડરની જરૂર હતી, તેથી બંને ટીમો પૈસા ખર્ચવામાં જરાય અચકાઈ નહીં.

ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા IPL ઓક્શનમાં કોઈ ખેલાડી માટે લગાવવામાં આવેલી આ સૌથી મોટી બોલી હતી. અગાઉ, તેણે 2023ની હરાજીમાં બેન સ્ટોક્સને 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, જે અત્યાર સુધીની ઓક્શનમાં તેના દ્વારા લગાવવામાં આવેલી સૌથી મોટી બોલી હતી.