Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Matheesha Pathirana becomes most expensive Sri Lankan player in IPL

IPL Auction 2026 / મથીશા પથિરાનાને લાગી લોટરી, લીગના ઈતિહાસમાં સૌથી મોંઘો શ્રીલંકન ખેલાડી બન્યો

Timeછેલ્લું અપડેટ : 16 Dec 2025
લાઇવ ટીવીGoogle News
IPL Auction 2026 / મથીશા પથિરાનાને લાગી લોટરી, લીગના ઈતિહાસમાં સૌથી મોંઘો શ્રીલંકન ખેલાડી બન્યો
સોર્સ : GSTV

IPLની 19મી સિઝન માટે અબુ ધાબીમાં મિની ઓક્શન ચાલીરહ્યું છે. જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સે પહેલા ઓસ્ટ્રેલિયન ખેલાડી કેમેરોન ગ્રીનને 25.20 કરોડ રૂપિયામાં હખરીદ્યો, જેનાથી તે સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો. આ પછી KKRએ શ્રીલંકન ફાસ્ટ બોલર મથીશા પથિરાનાને પણ પોતાની ટીમમાં સામેલ કર્યો છે. KKRએ LSG સામે બિડિંગ વોર જીતીને મથિશા પથિરાનાને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો. આ બોલી સાથે મથિશા પથિરાના IPL ઈતિહાસમાં સૌથી મોંઘો શ્રીલંકન ખેલાડી બની ગયો છે.

App Store

KKRએ પથિરાના પર આટલો મોટો દાવ કેમ લગાવ્યો?

KKRએ મથીશા પથિરાનાને ખરીદવા માટે મોટી રકમ ખર્ચ કરી છે. KKR માટે આ શ્રીલંકન ખેલાડી એક ફાસ્ટ બોલર કરતાં વધુ છે, કારણ કે મથીશા એક મેચ વિનર ખેલાડી પણ છે. મથીશાની ખાસિયત એ છે કે તે દબાણ હેઠળ સારું પ્રદર્શન કરી શકે છે, ખાસ કરીને T20 મેચની ડેથ ઓવરમાં. મથીશા પથિરાના વિશ્વના શ્રેષ્ઠ બોલરોમાંથી એક છે. મથીશાના સચોટ યોર્કર સામે શ્રેષ્ઠ બેટ્સમેન પણ ઘણીવાર સંઘર્ષ કરતા જોવા મળે છે.

મથીશા પથિરાના CSK માટે રમી ચૂક્યા છે

મથીશા પથિરાનાએ IPL 2022 સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે IPLમાં ડેબ્યુ કર્યું હતું. CSK દ્વારા તેને ફક્ત 20 લાખની બેઝ પ્રાઈસ પર રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે ખરીદવામાં આવ્યો હતો. IPL 2022માં, મથીશા પથિરાનાએ તેની શાનદાર બોલિંગથી ક્રિકેટ ફેન્સને આશ્ચર્યચકિત કર્યા હતા. ડેથ ઓવર અને તેના યોર્કરમાં તેના નિયંત્રણે તેને માત્ર IPLમાં જ નહીં પરંતુ T20 ફોર્મેટમાં પણ ખતરનાક ખેલાડી બનાવ્યો છે. જોકે, આશ્ચર્યજનક વાત એ હતી કે CSKએ મથીશા પથિરાના માટે આ વખતે બોલી નહતી લગાવી.