Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Teams may regret buying these players in IPL 2026 auction

IPL 2026 ઓક્શનમાં આ ખેલાડીઓને ખરીદીને ટીમોએ ભૂલ તો નથી કરીને? ક્યાંક ઉલ્ટો ન પડી જાય તેમનો દાવ

Timeછેલ્લું અપડેટ : 18 Dec 2025
લાઇવ ટીવીGoogle News
IPL 2026 ઓક્શનમાં આ ખેલાડીઓને ખરીદીને ટીમોએ ભૂલ તો નથી કરીને? ક્યાંક ઉલ્ટો ન પડી જાય તેમનો દાવ
સોર્સ : GSTV

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટે અબુ ધાબીમાં યોજાયેલા મિની ઓક્શનમાં કેટલીક ટીમોએ ખૂબ જ સમજદારીપૂર્વક ખેલાડીઓની ખરીદી કરી છે. ઉદાહરણ તરીકે, દિલ્હી કેપિટલ્સે ડેવિડ મિલર જેવા દિગ્ગજને માત્ર 2 કરોડની બેઝ પ્રાઈસમાં મેળવીને માસ્ટરસ્ટ્રોક રમ્યો છે. જોકે, બીજી તરફ કેટલીક એવી ખરીદીઓ પણ થઈ છે જેણે ફેન્સ અને ક્રિકેટ નિષ્ણાતોને ચોંકાવી દીધા છે. આકાશ ચોપરા અને ઈરફાન પઠાણ જેવા પૂર્વ ક્રિકેટરોએ પણ કેટલીક ટીમોની વ્યૂહરચના પર સવાલો ઊઠાવ્યા છે. એવા 5 ખેલાડીઓ છે જેમના પર થયેલો ખર્ચ ટીમો માટે 'પૈસાનો વેડફાટ' સાબિત થઈ શકે છે.

App Store

લિયામ લિવિંગસ્ટોન (હૈદરાબાદ – 13 કરોડ રૂપિયા)

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનને હૈદરાબાદે 13 કરોડની માતબર રકમમાં ખરીદ્યો છે. તે પાવર-હિટર તરીકે જાણીતો છે, પરંતુ તેનું પ્રદર્શન અત્યંત અસાતત્યપૂર્ણ રહ્યું છે. તેની બોલિંગમાં હવે પહેલા જેવો પ્રભાવ નથી રહ્યો. હૈદરાબાદ પાસે પહેલેથી જ તેના જેવા ઘણા વિકલ્પો છે, છતાં 13 કરોડ રૂપિયા ખર્ચવા તે જોખમી સાબિત થઈ શકે છે.

મુસ્તિફઝુર રહેમાન (KKR – 9.20 કરોડ રૂપિયા)

બાંગ્લાદેશી લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર મુસ્તિફઝુર રહેમાન માટે KKR દ્વારા ચૂકવવામાં આવેલી 9.20 કરોડ રૂપિયાની કિંમત ઘણી વધારે માનવામાં આવે છે. તે હવે બેટિંગ ફ્રેન્ડલી પિચો પર રન રોકવામાં નિષ્ફળ રહે છે. ડેથ ઓવર્સમાં પણ તેનો ઈકોનોમી રેટ ચિંતાનો વિષય છે. પ્લેઈંગ ઈલેવનમાં તે ફિટ થશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે.

વેંકટેશ અય્યર (RCB – 7 કરોડ  રૂપિયા)

ભારતીય ખેલાડી વેંકટેશ અય્યરને 7 કરોડ રૂપિયામાં ખરીદવાનો RCBનો નિર્ણય ઘણાને ગળે ઉતરી રહ્યો નથી. RCB પાસે પહેલેથી જ મજબૂત ટોપ ઓર્ડર છે. વેંકટેશ હવે બોલિંગમાં ખાસ યોગદાન નથી આપી શકતો અને બેટર તરીકે તેનો સ્ટ્રાઈક રેટ પણ કિંમત મુજબ સાધારણ રહ્યો છે. તેના જેવી જ ક્ષમતા ધરાવતા અનકેપ્ડ ખેલાડીઓ 1થી 3 કરોડમાં ઉપલબ્ધ હતા.

એડમ મિલને (રાજસ્થાન રોયલ્સ – 2.40 કરોડ રૂપિયા)

રાજસ્થાન રોયલ્સ પાસે વિદેશી ખેલાડીનો માત્ર એક જ સ્લોટ ખાલી હતો, જેમાં તેમણે ન્યુઝીલેન્ડના એડમ મિલનેને પસંદ કર્યો. મિલનેનો ઈજાઓનો જૂનો ઈતિહાસ છે અને તે ભાગ્યે જ આખી ટુર્નામેન્ટ રમી શકે છે. તેની બોલિંગમાં વિવિધતાનો અભાવ છે અને તે મોંઘો સાબિત થાય છે. એક જ સ્લોટ હોવા છતાં તેને શા માટે લેવામાં આવ્યો તે રહસ્ય છે.

ટોમ બેન્ટન (ગુજરાત ટાઇટન્સ – 2 કરોડ રૂપિયા)

ગુજરાત ટાઈટન્સે ઈંગ્લેન્ડના ટોમ બેન્ટન પર વિશ્વાસ મૂક્યો છે, પરંતુ આ સોદો જોખમી લાગે છે. બેન્ટન અગાઉની IPL સિઝનોમાં નિષ્ફળ રહ્યો છે અને ખાસ કરીને સ્પિનર્સ સામે તે સંઘર્ષ કરતો જોવા મળે છે. ભલે તેની કિંમત 2 કરોડ રૂપિયા જ છે, પણ જો તે પ્રદર્શન ન કરી શકે તો ગુજરાત માટે એક મહત્ત્વનો સ્લોટ વેડફાઈ જશે.

આ ખરીદીઓ બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે ભારે ચર્ચા ચાલી રહી છે. શું આ ખેલાડીઓ પોતાની પ્રાઈસ ટેગ મુજબ પ્રદર્શન કરી શકશે? કે પછી આ ટીમોની રણનીતિ મેદાન પર ઉંધી પડશે? તે તો આવનારી IPL સિઝન જ કહેશે.