Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : These 5 Star Players Sold in Cheap price in IPL 2026 mini auction

IPL 2026ના મિની ઓક્શનમાં મોટો ઉલટફેર! ખૂબ જ ઓછી કિંમતે વેચાયા આ 5 સ્ટાર ખેલાડીઓ

Timeછેલ્લું અપડેટ : 18 Dec 2025
લાઇવ ટીવીGoogle News
IPL 2026ના મિની ઓક્શનમાં મોટો ઉલટફેર! ખૂબ જ ઓછી કિંમતે વેચાયા આ 5 સ્ટાર ખેલાડીઓ
સોર્સ : GSTV

IPL 2026નું મિની ઓક્શન ઘણી રીતે આશ્ચર્યજનક હતું. ફ્રેન્ચાઈઝીઓએ અનકેપ્ડ ખેલાડીઓ પર કરોડો રૂપિયા વરસાવ્યા હતા, પરંતુ કેટલાક અનુભવી ખેલાડીઓ ખૂબ જ ઓછી કિંમતે વેચાયા હતા. તેમના અનુભવ અને ટ્રેક રેકોર્ડને જોતા એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તેમના પર ઉંચી બોલી લાગશે, પરંતુ ઓક્શન ટેબલ પર કંઈક બીજું જ જોવા મળ્યું.

App Store

ડેવિડ મિલર

સાઉથ આફ્રિકાના અનુભવી બેટ્સમેન ડેવિડ મિલરને દિલ્હી કેપિટલ્સે 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ પર ખરીદ્યો હતો. IPLમાં 140થી વધુ મેચ રમી ચૂકેલા મિલરે લીગમાં 3,000થી વધુ રન બનાવ્યા છે અને અનેક વખત મેચ ફિનિશ કરવાની ક્ષમતા દર્શાવી છે. આમ છતાં તેના પર મોટી બોલી ન લાગી.

બેન ડકેટ

ઈંગ્લેન્ડનો આક્રમક ઓપનર બેન ડકેટ પણ દિલ્હી કેપિટલ્સમાં ગયો હતો. તેને પણ 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ પર ખરીદવામાં આવ્યો હતો. ડકેટ મર્યાદિત ઓવરના ક્રિકેટમાં ઝડપી રન બનાવવા માટે જાણીતો છે અને T20 ફોર્મેટમાં તેનો રેકોર્ડ સારો રહ્યો છે. તેથી, આ ડીલ દિલ્હી માટે ફાયદાકારક માનવામાં આવે છે.

સરફરાઝ ખાન

ઘરેલુ ક્રિકેટમાં સતત રન બનાવનારા સરફરાઝ ખાનની ઓક્શનમાં સફર ઘણી રસપ્રદ રહી હતી. તેને પહેલા રાઉન્ડમાં કોઈ પણ ટીમે નહતો ખરીદ્યો, આ પછી લાગતું હતું કે તે આ ઓક્શનમાં અનસોલ્ડ જ રહેશે, પરંતુ બીજા રાઉન્ડમાં ચેન્નાઈ સુપર કિંગ્સે તેને 75 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસ પર પોતાની ટીમમાં ઉમેર્યો. સરફરાઝની બેટિંગ ક્ષમતાને ધ્યાનમાં લેતા, આ ડીલ ઘણી સસ્તી માનવામાં આવે છે.

ક્વિન્ટન ડી કોક

સાઉથ આફ્રિકાના વિકેટકીપર-બેટ્સમેન ક્વિન્ટન ડી કોકને મુંબઈ ઈન્ડિયન્સે તેની બેઝ પ્રાઈઝ એટલે કે 1 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ડી કોક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક મોટું નામ છે અને તેણે IPLમાં પણ ઘણું સારું પ્રદર્શન કર્યું છે. આટલા ઓછા ભાવે આવા ખેલાડીને ખરીદવો એ મુંબઈ માટે જેકપોટ લાગવા જેવું છે.

આકાશ દીપ

ભારતીય ફાસ્ટ બોલર આકાશ દીપ 1 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ પર કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ સાથે જોડાયો છે. આકાશ દીપે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ક્ષમતા દર્શાવી છે, તેથી આ ડીલ KKR માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.