Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Venkatesh Iyer Suddenly Appointed as a Captain After IPL 2026 Auction

IPL 2026ના ઓક્શન પછી અચનાક કેપ્ટન બન્યો વેંકટેશ અય્યર, ટુર્નામેન્ટમાં લેશે રજત પાટીદારની જગ્યા

Timeછેલ્લું અપડેટ : 19 Dec 2025
લાઇવ ટીવીGoogle News
IPL 2026ના ઓક્શન પછી અચનાક કેપ્ટન બન્યો વેંકટેશ અય્યર, ટુર્નામેન્ટમાં લેશે રજત પાટીદારની જગ્યા
સોર્સ : GSTV

IPL 2026ના ઓક્શન પછી થોડા દિવસો પછી વેંકટેશ અય્યર કેપ્ટન બની ગયો છે. એવું લાગે છે કે IPL 2025ની નબળી સિઝન છતાં ટીમનો તેના પરનો વિશ્વાસ ઓછો નથી થયો. અય્યરને 2025-26 વિજય હજારે ટ્રોફી માટે મધ્યપ્રદેશની ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ODI ફોર્મેટમાં રમાતી આ ભારતીય ઘરેલુ ટુર્નામેન્ટ 24 ડિસેમ્બરથી શરૂ થશે.

App Store

તમને જણાવી દઈએ કે વેંકટેશ અય્યરને IPL 2026ના મિની ઓક્શનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ 7 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ગુજરાત ટાઈટન્સ (GT) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ પણ અય્યર માટે બોલી લગાવી હતી. તેની ભૂતપૂર્વ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ તેના માટે 6.80 કરોડ રૂપિયા સુધીની બોલી લગાવી હતી, પરંતુ RCBએ આખરે તેને 7 કરોડ રૂપિયામાં ખરીદી લીધો.

વેંકટેશ અય્યર કેપ્ટન બન્યો

વેંકટેશ અય્યર વિજય હજારે ટ્રોફીમાં મધ્યપ્રદેશ ટીમનું નેતૃત્વ કરશે. તે આ ટુર્નામેન્ટમાં રજત પાટીદારનું સ્થાન લેશે, જેણે RCBને IPL 2025નો ખિતાબ અપાવ્યો હતો. પાટીદારની કેપ્ટનશિપ હેઠળ મધ્યપ્રદેશની ટીમે રણજી ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ સારું પ્રદર્શન કર્યું છે. આ પ્રદર્શનને ધ્યાનમાં લેતા પાટીદારનું ટીમમાંથી બહાર થવું આશ્ચર્યજનક છે.

મધ્યપ્રદેશ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના સુપર લીગ તબક્કામાં પહોંચ્યું હતું પરંતુ ફાઈનલમાં પહોંચવામાં નિષ્ફળ ગયું. વેંકટેશ અય્યરે આ ટુર્નામેન્ટમાં 10 મેચમાં 211 રન બનાવ્યા હતા.

આ વર્ષે વિજય હજારે ટ્રોફીમાં ઘણા મોટા સ્ટાર્સ ભાગ લેશે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને રિષભ પંતે પણ આગામી ટુર્નામેન્ટમાં તેની ભાગીદારીની પુષ્ટિ કરી છે.

વિજય હજારે ટ્રોફી માટે મધ્યપ્રદેશની સ્કવોડ

વેંકટેશ અય્યર (કેપ્ટન), હર્ષ ગવલી, હિમાંશુ મંત્રી, યશ દુબે, શુભમ શર્મા, હરપ્રીત સિંહ, ઋષભ ચૌહાણ, હૃતિક ટાડા, કુમાર કાર્તિકેય, સારાંશ જૈન, શિવાંગ કુમાર, આર્યન પાંડે, રાહુલ બાથમ, ત્રિપુરેશ સિંહ, મંગેશ યાદવ, માધવ તિવારી.