Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IND vs SA 5th T20: Team India beat South Africa to clinch the series

IND vs SA 5th T20: ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને પરાજય આપી સિરીઝ પર જમાવ્યો કબ્જો

Timeછેલ્લું અપડેટ : 19 Dec 2025
લાઇવ ટીવીGoogle News
IND vs SA 5th T20: ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને પરાજય આપી સિરીઝ પર જમાવ્યો કબ્જો
સોર્સ : GSTV

IND vs SA 5th T20: દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી પાંચ મેચોની T20 સીરિઝ ભારતે 3-1થી જીતી છે. આજે(19 ડિસેમ્બર) પાંચમી અને અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 231 રન બનાવ્યા હતા. ભારતે દક્ષિણ આફ્રિકાને 232 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાનથી 201 રન જ બનાવી શકી. જેને લઈને ભારતે આજની મેચમાં 30 રનથી ભવ્ય વિજય મેળવ્યો છે.

App Store

દક્ષિણ આફ્રિકાની ઈનિંગ
અમદાવાદમાં ભારતીય ટીમનો ભવ્ય વિજય, દક્ષિણ આફ્રિકાને 30 રનથી હરાવીને સીરિઝ 3-1થી જીત

આઠમી વિકેટ પડી
માર્કો જાનસેન પાંચ બોલમાં 14 રન બનાવીને આઉટ થયો. બુમરાહે તેને પાછળ કેચ કરાવ્યો. ભારતનો DRS સફળતાપૂર્વક સફળ રહ્યો. 

સાતમી વિકેટ પડી
આજની મેચમાં વરૂણ ચક્રવર્તી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ દમદાર બોલિંગ કરી રહ્યો છે. વરૂણે કુલ ચાર વિકેટ ઝડપી લીધી છે. તેણે આફ્રિકાની સાતમી વિકેટ તરીકે લિન્ડેને આઉટ કર્યો છે.

છઠ્ઠી વિકેટ પડી
ભારતના ધૂરંધર બોલર અર્શદીપ સિંહે દક્ષિણ આફ્રિકાના વિસ્ફોટ બેટ્સમેન ડેવિડ મિલને માત્ર 18 રને આઉટ કર્યો છે.

પાંચમી વિકેટ પડી
આજની મેચમાં વરૂણનો જાદુ જોવા મળ્યો છે. તેણે ત્રીજી વિકેટ લીધી છે. વરુણે ડોનોવન ફેરેરાને શૂન્ય રને આઉટ કર્યો છે.

ચોથી વિકેટ પડી
વરુણ ચક્રવતીએ દક્ષિણ આફ્રિકાની ચોથી વિકેટ ખેરવી છે. વરુણે એડમ માર્કરામને માત્ર છ રનમાં આઉટ કર્યો છે.

દક્ષિણ આફ્રિકાનો સ્કોર 130-3
દક્ષિણ આફ્રિકાને હવે જીતવા માટે 48 બોલમાં 102 રનની જરૂર છે. 12 ઓવર બાદ દક્ષિણ આફ્રિકાનો સ્કોર 3 વિકેટે 130 રન છે. ડેવિડ મિલર અને કેપ્ટન એડન માર્કરામ ક્રિઝ પર છે.

ત્રીજી વિકેટ પડી
હાર્દિક પંડ્યાએ 12મી ઓવરના પહેલા બોલે ડેવાલ્ડ બ્રેવિસને આઉટ કર્યો. તે 17 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો. 11.1 ઓવરમાં કુલ 122 રન પર દક્ષિણ આફ્રિકાની ત્રીજી વિકેટ  પડી. મેચ હવે ભારતની તરફેણમાં થઈ ગઈ છે.

બીજી વિકેટ પડી
દક્ષિણ આફ્રિકાએ 11મી ઓવરમાં પોતાની બીજી વિકેટ ગુમાવી, કુલ સ્કોર 120ને પાર થયો છે. ક્વિન્ટન ડી કોક 35 બોલમાં 65 રન બનાવીને આઉટ થયો. જસપ્રીત બુમરાહએ ડી કોકને આઉટ કરીને ભારતની આશાઓ જીવંત કરી.

દક્ષિણ આફ્રિકાનો સ્કોર 118-1
10 ઓવર બાદ દક્ષિણ આફ્રિકાનો સ્કોર 1 વિકેટે 118 રન છે. ક્વિન્ટન ડી કૉક અને ડેવાલ્ડ  બ્રેવિસ ક્રિઝ પર છે. ડિકોકે તોફાની ફિફ્ટી ફટકારી છે. 

પહેલી વિકેટ પડી
7મી ઓવરમાં 69ના કુલ સ્કોર પર દક્ષિણ આફ્રિકાની પહેલી વિકેટ પડી છે. વરૂણ ચક્રવર્તીએ ભારતને પહેલી સફળતા અપાવી. રીઝા હેન્ડ્રિક્સ 12 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો.

દક્ષિણ આફ્રિકાનો સ્કોર 60-0
5 ઓવર બાદ દક્ષિણ આફ્રિકાનો સ્કોર વગર વિકેટે 60 રન છે. ક્વિન્ટન ડિકોક 22 બોલમાં 42 રન પર છે. તેઓ 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારી ચૂક્યા છે. રીઝા હેન્ડ્રિક્સ 8 બોલમાં એક ચોગ્ગા સાથે 10 રન પર છે.

ટીમ ઈન્ડિયાની ઈનિંગ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પાંચમી T20 મેચમાં ભારતીય બેટરોએ રનનો પહાડ ખડકી દીધો છે. હાર્દિક પંડ્યા અને તિલક વર્માની તોફાની બેટિંગના દમ પર ભારતે પ્રવાસી ટીમને જીતવા માટે 232 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે. ભારત માટે સંજૂ સેમસને 37 રન, અભિષેક શર્માએ 34 રન, તિલક વર્માએ 73 રનની ઇનિંગ રમી હતી. જ્યારે હાર્દિક પંડ્યાએ માત્ર 16 બોલમાં અડધી સદી ફટકારી હતી અને તે 63 રને આઉટ થયો. તેણે ઈન્ટરનેશનલ T20 ક્રિકેટ ઇતિહાસમાં ભારત માટે બીજી સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

હાર્દિક પંડ્યાની વિસ્ફોટ બેટિંગ
ભારતની ઈનિંગમાં હાર્દિક પંડ્યાએ સૌથી વિસ્ફોટક બેટિંગ કરી હતી. હાર્દિકે માત્ર 25 બોલમાં 5 ચોગ્ગા અને 5 ગગનચુંબી છગ્ગાની મદદથી 63 રન ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 252નો રહ્યો હતો, જેણે આફ્રિકન બોલરોની લય બગાડી નાખી હતી. હાર્દિકની આ આક્રમક રમતને કારણે ભારત 230 રનનો આંકડો પાર કરવામાં સફળ રહ્યું હતું.

અભિષેક શર્માની પણ ધમાકેદાર બેટિંગ
ઓપનર તરીકે આવેલા અભિષેક શર્માએ પણ ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. અભિષેકે 21 બોલમાં 34 રન બનાવ્યા હતા, જેમાં તેણે પોતાની આક્રમક શૈલીમાં રન રેટને જાળવી રાખ્યો હતો. શુભમન ગિલની ગેરહાજરીમાં અભિષેકે પાવરપ્લેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો અને ટીમને મોટા સ્કોર તરફ જવા માટે પાયો નાખ્યો હતો.

હાર્દિક અને તિલક વચ્ચે 105 રનની ભાગીદારી
ભારતીય ઇનિંગમાં સૌથી મોટી અને મહત્વની ભાગીદારી હાર્દિક પંડ્યા અને તિલક વર્મા વચ્ચે નોંધાઈ હતી. આ બંને ખેલાડીઓએ ચોથી વિકેટ માટે માત્ર 44 બોલમાં 105 રનની તોફાની ભાગીદારી કરી હતી. આ સિવાય સંજુ સેમસન અને અભિષેક શર્મા વચ્ચે પ્રથમ વિકેટ માટે 13 બોલમાં 27 રનની અને સંજુ અને તિલક વચ્ચે 21 બોલમાં 34 રનની ભાગીદારી થઈ હતી.

બંને ટીમોની પ્લેઈંગ 11
ભારતની પ્લેઈંગ 11: અભિષેક શર્મા, સંજૂ સેમસન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જિતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ.

દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ 11: ક્વિન્ટન ડી કૉક, રીઝા હેન્ડ્રિક્સ, એડેન માર્કરામ (કેપ્ટન), ડેવાલ્ડ  બ્રેવિસ, ડેવિડ મિલર, ડોનોવન ફરેરા, જોર્જ લિંડે, માર્કો યાન્સેન, કોર્બિન બોશ, લુંગી એનગિડી, ઓટનીલ બાર્ટમેન.