Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : VIDEO: Rajkot's Samaras Hostel in controversy again, students demand action from the administration, alleging that food items are becoming stale

VIDEO: રાજકોટની સમરસ હૉસ્ટેલ ફરી વિવાદમાં, ખાવાની વસ્તુઓ નબળી બનતી હોવાના આક્ષેપ સાથે તંત્રને પગલાં લેવા છાત્રોની માંગ

Timeછેલ્લું અપડેટ : 19 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : Google

VIDEO: રાજકોટ શહેરમાં આવેલી અને જાણીતી સમરસ હૉસ્ટેલ એકવાર ફરી વિવાદમાં આવી છે. અગાઉની જેમ જ ફરી સમરસ હૉસ્ટેલમાં રોટલી, શાક સહિત ખાવાની વસ્તુઓ હલ્કી કક્ષાની બનતી હોવાની છાત્રોએ મુદ્દો ઉઠાવ્યો હતો. આ વખતે પણ હૉસ્ટેલની મેસમાં બનાવવામાં આવી રોટલી-શાક, છાસ સહિતના મુદ્દે વિદ્યાર્થીઓએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. 

App Store

રાજકોટની સરકારી કુમાર સમરસ હૉસ્ટેલમાં વિદ્યાર્થીઓને પીરસવામાં આપવામાં આવતું ભોજન ખરાબ અને તેની ગુણવત્તા ખૂબ જ નબળી હોવાનું સામે આવ્યું છે. શાકમાં અનેકવાર જીવડાં આવતા હોય છે. છાત્રોને અપાતી છાશ સાવ પાણી જેવી અપાય છે. રોટલી રબર જેવી તેમજ ભોજનમાં મકોડા અને જીવાત આવતી હોય છે. જેથી મેસમાં અપાતા હલ્કા ભોજનથી આખરે થાકી કંટાળીને વિદ્યાર્થીઓએ મોબાઈલથી વીડિયો ઉતારીને તંત્ર યોગ્ય પગલાં લે તેવી માંગ કરી હતી.