IPL 2027 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ બદલશે પોતાનો કોચિંગ સ્ટાફ, માઈકલ હસી સહિત પાંચ દિગ્ગજોને દૂર કર્યા

IPL 2027 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે તેના કોચિંગ સ્ટાફમાં સંપૂર્ણ ફેરફાર કરશે. ચેન્નાઈએ તાજેતરમાં 18 વર્ષથી તેના હેડ કોચ તરીકે જોડાયેલા સ્ટીફન ફ્લેમિંગને દૂર કર્યો હતો અને ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાનને તેના હેડ કોચ તરીકે નિયુક્ત કર્યો હતો. હવે ફ્રેન્ચાઈઝી તેના સમગ્ર કોચિંગ સ્ટાફમાં ફેરફાર કરી રહી છે, જેમાં માઈકલ હસી અને રાજીવ કુમાર સહિત ઘણા કોચને દૂર કરવામાં આવ્યા છે.
CSKમાં આવો ફેરફાર સામાન્ય રીતે જોવા નથી મળતો. જોકે, છેલ્લી ત્રણ સિઝનમાં તમામ પ્રયાસો છતાં ફ્રેન્ચાઈઝી IPL પ્લેઓફમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગઈ. પરિણામે, તેણે આગામી સિઝન પહેલા કોચિંગ સ્ટાફમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો. સૌથી આશ્ચર્યજનક નિર્ણય ત્યારે આવ્યો જ્યારે ફ્લેમિંગ જે 18 વર્ષથી ટીમ સાથે હતો, તેણે રાજીનામું આપ્યું.
ચેન્નાઈના કોચિંગ સ્ટાફમાં ફેરફાર
CSKએ આસિસ્ટન્ટ કોચ રાજીવ કુમારને તેના પદ પરથી દૂર કર્યો છે. રાજીવ આઠ વર્ષથી ફ્રેન્ચાઈઝી સાથે હતો. તેણે પહેલા ટીમના ફિલ્ડિંગ કોચ અને પછી આસિસ્ટન્ટ કોચ તરીકે સેવા આપી હતી. જોકે, CSK સાથેના તેના સંબંધો હવે સમાપ્ત થઈ ગયા છે. રાજવી ઉપરાંત, CSKએ બેટિંગ કોચ માઈકલ હસીને પણ દૂર કર્યા છે, જે આઠ વર્ષથી ટીમ સાથે હતા.
ફ્રેન્ચાઈઝીએ બોલિંગ કોચ એરિક સિમોન્સ અને સ્ટ્રેન્થ એન્ડ કન્ડીશનીંગ કોચ ગ્રેગ કિંગને પણ દૂર જર્યો છે. ફિઝિયોથેરાપિસ્ટ ટોમી સિમસેકને પણ દૂર કરવામાં આવ્યા છે. આનાથી કુલ પાંચ કોચને દૂર કરવામાં આવ્યા છે. આસિસ્ટન્ટ બોલિંગ કોચ શ્રીધરન શ્રીરામ ટીમ સાથે રહેશે. હેડ કોચ ઝહીર ખાન હવે નવા કોચિંગ સ્ટાફની રચના કરશે.
ગેરેથ બેટી ટીમમાં જોડાયા
ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ ક્રિકેટર ગેરેથ બેટી ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે આસિસ્ટન્ટ કોચ તરીકે જોડાયો છે. તેણે સરેને સતત ત્રણ વખત ચેમ્પિયન બનાવ્યું છે. સરેએ 2022, 2023 અને 2024માં કાઉન્ટી ચેમ્પિયનશિપ જીતી હતી. તે 2025માં ફાઈનલમાં પહોંચ્યું હતું, પરંતુ તે ટાઈટલથી થોડા દૂર રહ્યું.








