Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Scotland announced squad for T20 World Cup 2026

T20 World Cup 2026 / બાંગ્લાદેશની જગ્યાએ સામેલ સ્કોટલેન્ડે જાહેર કરી ટીમ, આ ખેલાડી બન્યો કેપ્ટન

Timeછેલ્લું અપડેટ : 27 Jan 2026
લાઇવ ટીવીGoogle News
T20 World Cup 2026 / બાંગ્લાદેશની જગ્યાએ સામેલ સ્કોટલેન્ડે જાહેર કરી ટીમ, આ ખેલાડી બન્યો કેપ્ટન
સોર્સ : GSTV

સ્કોટલેન્ડે સોમવારે T20 વર્લ્ડ કપ 2026 માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. બાંગ્લાદેશની જગ્યાએ T20 વર્લ્ડ કપ 2026માં સ્થાન મેળવનાર સ્કોટલેન્ડે રિચી બેરિંગ્ટનને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે.

App Store

સ્કોટલેન્ડે T20 વર્લ્ડ કપ 2024ની ટીમમાંથી 11 ખેલાડીઓને ફરીથી સ્કવોડમાં સામેલ કર્યા છે. ગયા મહિને ચાર્જ સંભાળનારા નવા હેડ કોચ ઓવેન ડોકિન્સ T20 વર્લ્ડ કપ 2026માં સ્કોટલેન્ડને માર્ગદર્શન આપશે. અફઘાનિસ્તાનમાં જન્મેલા ફાસ્ટ બોલર ઝૈનુલ્લાહ એહસાનને પ્રથમ વખત ટીમમાં તક મળી છે.

હેડ કોચે શું કહ્યું?

ટોમ બ્રુસ, ફિનલે મેક્રીથ અને ઓલિવર ડેવિડસનને પહેલી વખત વર્લ્ડ કપમાં પોતાનો જલવો દેખાડવાની તક મળી છે. સ્કોટલેન્ડના હેડ કોચ ઓવેન ડોકિન્સે કહ્યું, "છેલ્લા 48 કલાક ક્રિકેટ સ્કોટલેન્ડમાં દરેક માટે ખૂબ જ ઉતાર-ચઢાવવાળા રહ્યા છે. હું સ્ટીવ, ટ્રુડી લિન્ડબ્લેડ અને સંસ્થાના દરેક વ્યક્તિને જાણું છું, જો ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની સુવિધા માટે ખૂબ મહેનત કરે છે.. અમે બધા ખૂબ જ ઉત્સાહિત છીએ અને આ તક મેળવીને અમને ખૂબ જ સારું લાગી રહ્યું છે."

કોચે વધુમાં કહ્યું, "છેલ્લા અઠવાડિયામાં ખેલાડીઓએ તેમની ફિટનેસ પર સખત મહેનત કરી છે. અમને આશા છે કે અમારા ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં પ્રભાવ પાડી શકશે. અમને અપેક્ષા છે કે અમારી ટીમ ભારતમાં સારું પ્રદર્શન કરશે." સ્કોટલેન્ડને બાંગ્લાદેશની જગ્યાએ ગ્રુપ Cમાં સ્થાન આપવામાં આવ્યું છે, જ્યાં તે વેસ્ટ ઈન્ડિઝ, ઈટાલી, નેપાળ અને ઈંગ્લેન્ડનો સામનો કરશે. ગ્રુપ Cમાંથી ટોપની બે ટીમો સુપર 8 રાઉન્ડમાં આગળ વધશે. સ્કોટલેન્ડ T20 વર્લ્ડ કપ 2024ના સુપર 8 રાઉન્ડમાં નહતું પહોંચી શક્યું.

T20 વર્લ્ડ કપ માટે સ્કોટલેન્ડની ટીમ

રિચી બેરિંગ્ટન (કેપ્ટન), ટોબ બ્રુસ, મેથ્યુ ક્રોસ, બ્રેડલી કરી, ઓલિવર ડેવિડસન, ક્રિસ ગ્રીવ્સ, ઝૈનુલ્લાહ એહસાન, માઈકલ જોન્સ, માઈકલ લીસ્ક, ફિનલે મેક્રીથ, બ્રેન્ડન મેકમુલન, જ્યોર્જ મુનસે, સાફ્યાન શરીફ, માર્ક વોટ અને બ્રેડલી વ્હીલ.

ટ્રાવેલિંગ રિઝર્વ: જેસપર ડેવિડસન, જેક જાર્વિસ
નોન-ટ્રાવેલિંગ રિઝર્વ: મેકેન્ઝી જોન્સ, ક્રિસ મેકબ્રાઈડ અને ચાર્લી ટીયર.