Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Indian and Pakistani Players to Play in the Same Team in T20 World Cup 2026

T20 વર્લ્ડ કપમાં એક જ ટીમમાં રમશે ભારતીય અને પાકિસ્તાની ખેલાડીઓ, શ્રીલંકાનો આંતરરાષ્ટ્રીય પ્લેયર સામેલ

Timeછેલ્લું અપડેટ : 31 Jan 2026
લાઇવ ટીવીGoogle News
T20 વર્લ્ડ કપમાં એક જ ટીમમાં રમશે ભારતીય અને પાકિસ્તાની ખેલાડીઓ, શ્રીલંકાનો આંતરરાષ્ટ્રીય પ્લેયર સામેલ
સોર્સ : GSTV

T20 વર્લ્ડ કપ 2026 માટે USAની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના આણંદમાં જન્મેલા 32 વર્ષીય ખેલાડી મોનંક પટેલને આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તે T20 વર્લ્ડ કપ 2024માં પણ ટીમનો કેપ્ટન હતો. ખાસ વાત એ છે કે, USAની આ ટીમમાં ઘણા ખેલાડીઓ ભારતીય અને પાકિસ્તાની મૂળના છે.

App Store

આ વખતે જાહેર કરાયેલ USAની ટીમમાં તે 10 ખેલાડીઓ રિપીટ થાય છે, જેમણે 2024માં પણ T20 વર્લ્ડ કપ રમ્યો હતો. વધુમાં શ્રીલંકાના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી શેહાન જયસૂર્યાનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 34 વર્ષીય ખેલાડી શ્રીલંકા માટે 12 ODI અને 18 T20I મેચ રમી ચૂક્યો છે.

આ ટીમમાં મોનંક પટેલ, જેસી સિંહ, મિલિંદ કુમાર, સાઈતેજા મુક્કામાલા, સંજય કૃષ્ણમૂર્તિ, હરમીત સિંહ, નોસ્તુષ કેઝીગે, સૌરભ નેત્રવલકર અને શુભમ રંજન ભારતીય મૂળના છે.

ટીમમાં પાકિસ્તાની મૂળના 3 ખેલાડીઓ શાયન જહાંગીર, અલી ખાન અને મોહમ્મદ મોહસીનનો પણ સમાવેશ થાય છે. ટીમમાં એન્ડ્રીસ ગૌસ અને શેડલી વેન શલ્કવિકનો પણ સમાવેશ થાય છે, જે સાઉથ આફ્રિકન મૂળના છે.

આનો અર્થ એ થયો કે આ USAની ટીમમાં ભારતીય મૂળના 9, પાકિસ્તાની મૂળના 3, શ્રીલંકન મૂળનો એક અને સાઉથ આફ્રિકન મૂળના બે ખેલાડીઓનો સમાવેશ થાય છે. જોકે, ખાસ વાત એ છે કે આ ટીમમાં કોઈ અમેરિકન ખેલાડી નથી.

T20 વર્લ્ડ કપ 2026 માટે USAની ટીમ

મોનાંક પટેલ (કેપ્ટન), જેસી સિંઘ (વાઈસ-કેપ્ટન), એન્ડ્રીસ ગૌસ, શેહાન જયસૂર્યા, મિલિંદ કુમાર, શાયન જહાંગીર, સાઈતેજા મુક્કામાલા, સંજય કૃષ્ણમૂર્તિ, હરમીત સિંહ, નોસ્તુષ કેજીગે, શેડલી વેન શલ્કવિક, સૌરભ નેત્રવલકર, અલી ખાન, મોહમ્મદ મોહસીન, શુભમ રંજન.

USAનું ગ્રુપ સ્ટેજ શેડ્યૂલ

  • 7 ફેબ્રુઆરી: vs ભારત, મુંબઈ
  • 10 ફેબ્રુઆરી: vs પાકિસ્તાન, કોલંબો
  • 13 ફેબ્રુઆરી: vs નેધરલેન્ડ, ચેન્નાઈ
  • 15 ફેબ્રુઆરી: vs નામિબિયા, ચેન્નાઈ