મુખ્ય સામગ્રી પર જાઓ

IND vs NZ / ન્યુઝીલેન્ડે છેલ્લી મેચમાં જીત્યો ટોસ, પહેલા બેટિંગ કરવા ઉતરશે ટીમ ઈન્ડિયા

IND vs NZ / ન્યુઝીલેન્ડે છેલ્લી મેચમાં જીત્યો ટોસ, પહેલા બેટિંગ કરવા ઉતરશે ટીમ ઈન્ડિયા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચની T20 સિરીઝની અંતિમ મેચ હેમિલ્ટનના સેડન પાર્ક ખાતે રમાઈ રહી. જેમાં ન્યુઝીલેન્ડની ટીમના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર થયા. આ સિરીઝમાં વરુણ ચક્રવર્તીને પહેલીવાર તક મળી છે. જ્યારે એક મેચ માટે બહાર રહેલા ભુવનેશ્વર કુમારની વાપસી થઈ છે.

બંને ટીમો આ મેચ જીતીને સિરીઝનો વિજયી અંત લાવવાનો પ્રયાસ કરશે. ભારતે પહેલી ત્રણ મેચ જીતીને સિરીઝ પહેલાથી જ પોતાના નામે કરી લીધી છે. દરમિયાન, ન્યુઝીલેન્ડે ચોથી મેચ જીતીને પોતાનું સન્માન બચાવ્યું. યજમાન ટીમ અંતિમ મેચ જીતીને પોતાની સ્કોરલાઈન સુધારવાનો પ્રયાસ કરશે.

જાહેરાત

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ભારત: અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, નમન ધીર, વરુણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ.

ન્યુઝીલેન્ડ: ફિન એલન, ટિમ સાઈફર્ટ (વિકેટકીપર), ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, બેવન જેકોબ્સ, માઈકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), એડમ મિલ્ને, જેકબ ડફી, બ્લેક ટિકરન, નાથન સ્મિથ.

આ સમાચાર શેર કરો

જાહેરાત