મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL 2025: વેંકટેશ અય્યર-રિંકુ સિંહ નહીં પણ આ ખેલાડી બની શકે છે KKRનો કેપ્ટન

IPL 2025માં કેટલીક ટીમના કેપ્ટનમાં મોટા બદલાવ જોવા મળશે. એક રિપોર્ટ અનુસાર કોલકાતા નાઇટ રાઇડર્સ (K

IPL 2025: વેંકટેશ અય્યર-રિંકુ સિંહ નહીં પણ આ ખેલાડી બની શકે છે KKRનો કેપ્ટન

IPL 2025માં કેટલીક ટીમના કેપ્ટનમાં મોટા બદલાવ જોવા મળશે. એક રિપોર્ટ અનુસાર કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) આગામી સિઝનમાં અજિંક્ય રહાણેને કેપ્ટન બનાવવાનો વિચાર કરી રહી છે.

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે KKRએ રહાણેને કેપ્ટન્સી માટે ખરીદ્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં IPL મેગા ઓક્શનમાં કોલકાતા નાઇટ રાઇડર્સે રહાણેને 1.5 કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસમાં ખરીદ્યો હતો. 

KKR ક્યા ખેલાડીને બનાવશે કેપ્ટન?

IPL ઓક્શન બાદ એવા પણ સમાચાર હતા કે કોલકાતા નાઇટ રાઇડર્સ વેંકટેશ અય્યરને આગામી સિઝન માટે ટીમની કમાન સોપી શકે છે. વેંકટેશને ફ્રેન્ચાઇઝીએ મેગા ઓક્શનમાં 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે, હજુ રહાણે કે વેંકટેશ અય્યરમાંથી કોણ KKRનો કેપ્ટન બનશે તેને લઇને ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.

એક સુત્રએ કહ્યું, '90% નક્કી છે કે અજિંક્ય રહાણે KKRનો નવો કેપ્ટન બનશે. KKRએ ખાસ કેપ્ટન્સી માટે એક સારા વિકલ્પ તરીકે ખરીદ્યો છે. અજિંક્ય રહાણે રાજસ્થાન રોયલ્સની કેપ્ટન્સી પણ કરી ચુક્યો છે.

મુંબઇએ રહાણેને કેપ્ટન પદેથી હટાવ્યો

રણજી ટ્રોફીમાં મુંબઇની કમાન સંભાળનારા અજિંક્ય રહાણેને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે ટીમની કમાન સોપવામાં આવી નથી. મુંબઇ ક્રિકેટ એસોસિએશને શ્રેયસ અય્યરને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે મુંબઇનો કેપ્ટન બનાવ્યો છે.

અય્યરની કેપ્ટન્સીમાં કોલકાતાએ ગત વર્ષે IPL 2024નો ખિતાબ જીત્યો હતો. હવે KKR તે ખેલાડીને કેપ્ટન બનાવવાનો વિચાર કરી રહી છે જેને ટી-20 ટૂર્નામેન્ટ માટે મુંબઇએ કેપ્ટન નથી બનાવ્યો.

રહાણે છેલ્લી બે સિઝન (2023 અને 2024) ચેન્નાઇ સુપરકિંગ્સનો ભાગ રહ્યો હતો. હવે KKRએ તેના પર દાવ રમ્યો છે. 

આ પણ વાંચો: IPL AUCTION 2025માં 10 ખેલાડીઓ પર થયો પૈસાનો વરસાદ, પંત-અય્યર સૌથી મોંઘા ખેલાડી

રહાણેની IPL કરિયર

અજિંક્ય રહાણે IPLમાં રાજસ્થાન રોયલ્સ, મુંબઇ ઇન્ડિયન્સ, રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ, દિલ્હી કેપિટલ્સ, ચેન્નાઇ સુપરકિંગ્સનો ભાગ રહી ચુક્યો છે. રહાણેએ IPLની 185 મેચમાં 4642 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 2 સદી પણ ફટકારી છે.
 

આ સમાચાર શેર કરો