મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs SA / T20 સિરીઝની શરૂઆત પહેલા ભારતને લાગ્યો ઝટકો, ઈજાગ્રસ્ત થયો આ ખેલાડી!

ટીમ ઈન્ડિયા T20 સિરીઝ માટે સાઉથ આફ્રિકા પહોંચી ગઈ છે. ભારતે તાજેતરમાં સૂર્યકુમાર યા

IND vs SA / T20 સિરીઝની શરૂઆત પહેલા ભારતને લાગ્યો ઝટકો, ઈજાગ્રસ્ત થયો આ ખેલાડી!

ટીમ ઈન્ડિયા T20 સિરીઝ માટે સાઉથ આફ્રિકા પહોંચી ગઈ છે. ભારતે તાજેતરમાં સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. હવે ટીમ ઈન્ડિયાની નજર સાઉથ આફ્રિકાનો કિલ્લો જીતવા પર રહેશે. T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ બાદ બંને ટીમ પ્રથમ વખત T20 મેચ રમશે. ભારતીય ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓને તક મળી છે. પરંતુ સિરીઝ શરૂ થાય તે પહેલા જ ભારતીય ટીમની ચિંતા વધી ગઈ છે. ભારતીય T20 ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો.

આ પણ વાંચો: IND vs SA / આજથી સાઉથ આફ્રિકા સામે ટકરાશે ટીમ ઈન્ડિયા, ક્યાં અને ક્યારે જોઈ શકશો લાઈવ

સૂર્યાના હાથ પર વાગ્યો બોલ

પ્રેક્ટિસ કરતી વખતે સૂર્યકુમાર યાદવના હાથ પર બોલ વાગ્યો હતો, જેના પછી તે પ્રેક્ટિસ છોડીને મેદાનની બહાર ગયો હતો. આ કારણે તેની પ્રથમ T20 મેચમાં તેના રમવા પર પ્રશ્ન ઉભા થાય છે. તેની ઈજા કેટલી ગંભીર છે તે હજુ જાણી શકાયું નથી. જો સૂર્યા ઈજાના કારણે પ્રથમ T20 મેચમાં નહીં રમી શકે તો તે ટીમ ઈન્ડિયા માટે મોટા ઝટકાથી ઓછું નથી.

ભારત માટે 2500થી વધુ T20I રન બનાવ્યા છે

સૂર્યકુમાર યાદવે વર્ષ 2022માં ટીમ ઈન્ડિયા માટે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી, તે ભારતીય બેટિંગ ઓર્ડરમાં એક મહત્ત્વપૂર્ણ કડી બની ગયો છે. તેણે હાલમાં ટીમ ઈન્ડિયા માટે 74 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 2544 રન બનાવ્યા છે, જેમાં ચાર સદી અને 21 અડધી સદી સામેલ છે. તે T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે ત્રીજો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.

વિસ્ફોટક બેટિંગમાં એક્સપર્ટ છે

સૂર્યકુમાર યાદવ કોઈપણ બોલને બાઉન્ડ્રી પાર મોકલવાની ક્ષમતા ધરાવે છે અને તે મેદાનના કોઈપણ ખૂણામાં ચોગ્ગા અને છગ્ગા ફટકારી શકે છે. તેણે ટીમ ઈન્ડિયા માટે 37 ODI મેચોમાં 773 રન બનાવ્યા છે. તે ટીમ ઈન્ડિયા માટે એક ટેસ્ટ મેચ પણ રમી ચૂક્યો છે, જેમાં તેના બેટમાંથી માત્ર 8 રન આવ્યા હતા.

ભારતની ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રમનદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ,  વિજયકુમાર વિશક, આવેશ ખાન, યશ દયાલ.

આ સમાચાર શેર કરો