આ ભારતીય ક્રિકેટરનું કરિયર પૂર્ણ, પૂર્વ ક્રિકેટરે લગાવ્યો મોટો આરોપ
34 વર્ષના ભારતીય ટીમના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટ

34 વર્ષના ભારતીય ટીમના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમમાં પસંદ કરાયો નથી. એક વખત વ્હાઇટ બોલના મુખ્ય બોલર રહેલા ચહલને લઇને હવે ટીમ મેનેજમેન્ટનો વિચાર બદલાઇ ગયો છે. આ વચ્ચે પૂર્વ ભારતીય ક્રિકેટર અને વર્તમાન કોમેન્ટેટર આકાશ ચોપરાનું માનવું છે કે ચહલે પોતાની કરિયરની અંતિમ મેચ રમી લીધી છે.
આકાશ ચોપરાએ ચહલને લઇને આપ્યું ચોંકાવનારૂ નિવેદન
પોતાની યૂ ટ્યુબ ચેનલ પર ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતની ટીમ સિલેક્શન પર આકાશ ચોપરાએ કહ્યું કે ચહલની કરિયર ખતમ થઇ ગઇ છે, તેની ફાઇલ બંધ થઇ ગઇ છે.આકાશ ચોપરાએ કહ્યું કે કોઇ કારણ વગર ચહલની કરિયર ખતમ કરી દેવામાં આવી. બે વર્ષ પહેલા ટીમમાંથી ડ્રૉપ થયા પહેલા તેનો રેકોર્ડ ODIમાં સારો હતો. પોતાની યુ ટ્યુબ ચેનલ પર વાત કરતા આકાશ ચોપરાએ ભારતની વન ડે ટીમને લઇને વાત કરી હતી અને કહ્યું કે ખરાબ પ્રદર્શન ના કરવા છતા ચહલને બહાર કરી દેવામાં આવ્યો.
પૂર્વ ક્રિકેટરે કહ્યું કે, 'ચહલ ફિનિશ થઇ ગયો છે, તેની ફાઇલ પણ બંધ કરી દેવામાં આવી છે. મને નથી ખબર કે તેમને (ટીમ મેનેજમેન્ટ અને BCCI) આવું કેમ કર્યું? આ એક રસપ્રદ ઘટના છે, તેને અંતિમ વખત જાન્યુઆરી 2023માં રમી હતી માટે તેને બે વર્ષ થઇ ગયા છે, તેના આંકડા પણ ઘણા સારા છે. ચહલ સારૂ પ્રદર્શન કરી રહ્યો છે.'
આ પણ વાંચો: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે આજથી પાંચ મેચની ટી-20 સિરીઝનો પ્રારંભ, આ ખેલાડીઓ પર રહેશે નજર
ઓગસ્ટ 2023થી ક્રિકેટ રમી નથી
72 વન ડે મેચમાંથી 121 વિકેટ ઝડપનારા ચહલે ઓગસ્ટ 2023થી ઇન્ટરનેશનલ મેચ રમી નથી. ચહલે વિજય હઝારે ટ્રોફી પણ રમી નથી, તેની પાછળનું કારણ આ પણ હોઇ શકે કે તેના જીવનમાં ઉથલ પાથલ છે. એવામાં આકાશ ચોપરાએ કહ્યું કે, ચહલ બે વર્ષથી ટીમની બહાર છે એટલે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના દાવેદારોમાં સામેલ નથી.ચહલની ફાઇલ બંધ થયે બે વર્ષ થઇ ગયા છે, માટે અહીં યુઝી માટે કોઇ જગ્યા નથી.








