મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

મનુ ભાકર સહિત આ ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવશે

ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર મનુ ભાકર સહિતના ખેલાડીઓને મેજર ધ્યાનચંદ

મનુ ભાકર સહિત આ ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવશે

ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર મનુ ભાકર સહિતના ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. મનુ ભાકર સિવાય ડી.ગુકેશ, હરમનપ્રિત સિંઘ અને પ્રવિણ કુમારને પણ રમત જગતના સૌથી મોટા એવોર્ડ ખેલરત્નથી સન્માનિત કરવામાં આવશે.

યુવા બાબતો અને રમત મંત્રાલયે આજે રાષ્ટ્રીય રમત પુરસ્કારો 2024ની જાહેરાત કરી છે. એવોર્ડ વિજેતાઓને રાષ્ટ્રપતિ ભવન ખાતે 17મી જાન્યુઆરી, 2025 (શુક્રવાર)ના રોજ સવારે 11 કલાકે વિશેષ રીતે આયોજિત કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ પાસેથી તેમના પુરસ્કારો પ્રાપ્ત થશે.

સમિતિની ભલામણોના આધારે અને યોગ્ય ચકાસણી કર્યા પછી, સરકારે નીચેના ખેલાડીઓ, કોચનેપુરસ્કારો આપવાનું નક્કી કર્યું છે:

ખેલાડીનું નામ રમત
ડી.ગુકેશ ચેસ
હરમનપ્રિત સિંઘ હોકી
પ્રવિણ કુમાર પેરા એથલેટિક્સ
મનુ ભાકર     શૂટિંગ

મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા હતા

પહેલા એવા સમાચાર હતા કે મનુ ભાકરનું નામ ખેલ રત્ન માટે સિલેક્ટ કરવામાં આવ્યું નથી. જોકે, હવે મનુ ભાકરને ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્ટલ અને 25 મીટર એર પિસ્ટલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય છે.

ડી ગુકેશને મળશે ખેલ રત્ન

ચેસ પ્લેયર ડી ગુકેશને પણ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ગુકેશે ગત મહિને 12 ડિસેમ્બરે ચેસની દુનિયાના વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું છે. સિંગાપુરમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગુકેશે ચીને ડિંગ લિરેનને હરાવીને ખિતાબ જીત્યો હતો. તે માત્ર 18 વર્ષની ઉંમરમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે જે એક રેકોર્ડ છે.

અર્જુન પુરસ્કાર મેળવનારા ખેલાડીઓની યાદી: 

1. જ્યોતિ યારાજી (એથ્લેટિક્સ)

2. અન્નુ રાની (એથ્લેટિક્સ)

3. નીતુ (બોક્સિંગ)

4. સ્વિટી (બોક્સિંગ)

5. વંતિકા અગ્રવાલ (ચેસ)

6. સલીમા ટેટે (હોકી)

7. અભિષેક (હોકી)

8. સંજય (હોકી)

9. જર્મનપ્રીત સિંહ (હોકી)

10. સુખજીત સિંહ (હોકી)

11. સ્વપ્નિલ સુરેશ કુસલે (શૂટિંગ)

12. સરબજોત સિંહ (શૂટિંગ)

13. અભય સિંહ (સ્ક્વૉશ)

14. સાજન પ્રકાશ (સ્વિમિંગ)

15. અમન (કુશ્તી)

16. રાકેશ કુમાર (પેરા તીરંદાજી)

17. પ્રીતિ પાલ (પેરા એથ્લેટિક્સ)

18. જીવનજી દીપ્તિ (પેરા એથ્લેટિક્સ)

19. અજીત સિંહ (પેરા એથ્લેટિક્સ)

20. સચિન સર્જેરાવ ખિલારી (પેરા એથ્લેટિક્સ)

21. ધરમબીર (પેરા એથ્લેટિક્સ)

22. પ્રણવ સુરમા (પેરા એથ્લેટિક્સ)

23. એચ હોકાટો સેમા (પેરા એથ્લેટિક્સ)

24. સિમરન જી (પેરા એથ્લેટિક્સ)

25. નવદીપ (પેરા એથ્લેટિક્સ)

26. નિતેશ કુમાર (પેરા બેડમિન્ટન)

27. તુલસીમાથી મુરુગેસન (પેરા બેડમિન્ટન)

28. નિત્ય શ્રી સુમતિ સિવન (પેરા બેડમિન્ટન)

29. મનીષા રામદાસ (પેરા બેડમિન્ટન)

30. કપિલ પરમાર (પેરા જુડો)

31. મોના અગ્રવાલ (પેરા શૂટિંગ)

32. રૂબિના ફ્રાન્સિસ (પેરા શૂટિંગ)

રમત ગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ માટે અર્જુન પુરસ્કાર ( લાઈફટાઈમ ) 

1. સુચ્ચા સિંહ ( એથ્લેટિકસ ) 

2. મુરલિકાંત રાજારામ પેટકર ( પેરા સ્વિમિંગ ) 

દ્રોણાચાર્ય પુરસ્કાર ( રેગ્યુલર ) 

1. સુભાષ રાણા ( પેરા શૂટિંગ ) 

2. દિપાલી દેશપાંડે ( શૂટિંગ ) 

3. સંદીપ સાંગવાન ( હોકી ) 

દ્રોણાચાર્ય પુરસ્કાર ( લાઈફટાઈમ ) 

1. એસ. મુરલીધરન (બેડમિન્ટન ) 

2. અર્માંડો એગ્નેલો કોલાકો ( ફૂટબોલ ) 

રાષ્ટ્રીય ખેલ રતન પુરસ્કાર 

1. ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઑફ ઈન્ડિયા 

મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી 2024 

1. ચંડીગઢ યુનિવર્સિટી ( ઓવરઓલ વિનર યુનિવર્સિટી ) 

2. લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી ( ફર્સ્ટ રનર અપ યુનિવર્સિટી ) 

3. ગુરુ નાનક દેવ વિશ્વવિદ્યાલય, અમૃતસર ( સેકન્ડ રનર અપ યુનિવર્સિટી ) 

આ સમાચાર શેર કરો