મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

બાંગ્લાદેશ સામે ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમનું એલાન, આ ખેલાડીની થઈ વાપસી

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી અને અંતિમ મેચ કાનપુરમાં રમાઈ રહી છે. જે બાદ ટી-

બાંગ્લાદેશ સામે ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમનું એલાન, આ ખેલાડીની થઈ વાપસી

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી અને અંતિમ મેચ કાનપુરમાં રમાઈ રહી છે. જે બાદ ટી-20 સિરીઝ રમાવાની છે. જેના પગલે બીસીસીઆઈએ ભારતીય ટીમનું એલાન કરી દીધુ છે. જેમાં ટીમની કમાન સૂર્યકુમાર યાદવ સંભળાશે. 

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(BCCI)એ શનિવારે બાંગ્લાદેશ સામે 6 ઓક્ટોબરથી શરૂ થનારી ત્રણ મેચની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. જેમાં યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. 

મયંક યાદવની પ્રથમ વખત ભારતીય ટીમમાં એન્ટ્રી

મયંક યાદવની પ્રથમ વખત ભારતીય ટીમમાં એન્ટ્રી થઈ છે. મયંકે IPL 2024માં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી શાનદાર બોલિંગ કરી હતી. મયંક 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. જોકે મયંક ઈજાના કારણે આઈપીએલની સીઝનની અધવચ્ચે જ બહાર થઈ ગયો હતો, પરંતુ હવે તે સંપૂર્ણપણે ફિટ છે. નીતિશ કુમાર રેડ્ડીનો પણ પ્રથમ વખત સિનિયર ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મિસ્ટ્રી સ્પિનર ​​વરુણ ચક્રવર્તી અને વિકેટકીપર જિતેશ શર્માની વાપસી થઈ છે. 

ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમ 

સૂર્યકુમાર યાદવ(કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, રિંકુ સિંઘ, નિતિશ કુમાર રેડ્ડી, રિયાન પરાગ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, જિતેશ શર્મા(વિકેટકીપર), વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદિપ સિંહ, હર્ષિત રાણા અને મયંક યાદવ.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 શ્રેણીનો કાર્યક્રમ 

પ્રથમ ટી-20 - 6 ઓક્ટોબર
બીજી ટી-20 - 9 ઓક્ટોબર
ત્રીજી ટી-20  - 12 ઓક્ટોબર

આ સમાચાર શેર કરો