મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND Vs ENG: ટી-20 વર્લ્ડકપની સેમિફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, જાણો બંનેની ટીમ

ટી-20 વર્લ્ડકપમાં આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમિફાઈનલ મેચ ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાઈ

IND Vs ENG: ટી-20 વર્લ્ડકપની સેમિફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, જાણો બંનેની ટીમ

ટી-20 વર્લ્ડકપમાં આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમિફાઈનલ મેચ ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ટીમ ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. વરસાદના કારણે મેચ મોડી શરૂ થઈ છે. ભારતીય ટીમે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. 

મેચ પહેલા ભારતીય ટીમે કરી પ્રેક્ટીસ

વરસાદના વિઘ્ન વચ્ચે મેચમાં વિલંબ થયો છે. આ દરમિયાન વિરાટ કોહલી, ઋષભ પંત સહિતના ભારતીય ટીમના ખેલાડીઓ મેદાનમાં પ્રેક્ટીસ કરી હતી.

ભારત-ઈંગ્લેન્ડની પ્લેઈંગ- ઈલેવન

ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહ.

ઈંગ્લેન્ડની ટીમ: ફિલ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર/કેપ્ટન), જોની બેરસ્ટો, હેરી બ્રુક, મોઈન અલી, લિયામ લિવિંગસ્ટોન, સેમ કરન, ક્રિસ જોર્ડન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ અને રીસ ટોપલી.

બંને દેશો વચ્ચે કુલ 23 T20 મેચો રમાઈ

બંને દેશો વચ્ચે કુલ રમાયેલી ટી20 મેચોની વાત કરીએ તો બંને ટીમોએ અત્યાર સુધીમાં કુલ 23 મેચો રની છે, જેમાંથી ભારતનો 12માં અને ઈંગ્લેન્ડનો 11માં વિજય થયો છે.

આજે જીતશે તે આફ્રિકા સામે ફાઈનલ રમશે

તમને જણાવી દઈએ કે, દક્ષિણ આફ્રિકાએ પ્રથમ સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ વખત કોઇ ICC ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યું છે. હવે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર બીજી સેમિફાઇનલની વિજેતા ટીમ સામે ટકરાશે. ફાઇનલ મેચ 29 જૂને રમાશે.

આ સમાચાર શેર કરો