શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાનું એલાન, હાર્દિક નહીં આ ખેલાડી બન્યો કેપ્ટન
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટી-20 અને વન-ડે મેચ રમાવાની છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે આજે આખરે ભારતીય ક્રિકેટ કંન

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટી-20 અને વન-ડે મેચ રમાવાની છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે આજે આખરે ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ(BCCI)એ ટીમ ઈન્ડિયાનું એલાન કરી દીધું છે. જેમાં ટી-20ની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે. એટલું જ નહીં વાઈસ કેપ્ટન શુભમન ગિલને બનાવવામાં આવ્યો છે. જોકે, જસપ્રીત બુમરાહને ટી-20 અને વન-ડે સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે.
રોહિત અને કોહલીનો વન-ડે ટીમમાં સમાવેશ
શ્રીલંકા સામે ત્રણ વન-ડે મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વન-ડે ટીમની કેપ્ટનશિપ રોહિત શર્મા કરશે. જ્યારે વાઈસ કેપ્ટન શુભમન ગિલ રહેશે.
ભારતની ટી-20 ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, રિષભ પંત, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ અને મોહમ્મદ સિરાજ.
ભારતની વન-ડે ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, કે.એલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રાયન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, હર્ષિત રાણા.
ટી-20 સિરીઝની પ્રથમ મેચ 27 જુલાઈએ રમાશે
ટી-20 સિરીઝની પ્રથમ મેચ 27 જુલાઈએ રમાશે. શ્રેણીની ત્રણેય T20 મેચો ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાથી રમાશે. જ્યારે ODI શ્રેણીનો આરંભ 2 ઓગસ્ટથી થશે. તમામ વન-ડે મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે શરૂ થશે.
ભારત-શ્રીલંકા સિરીઝનો સંપૂર્ણ કાર્યક્રમ
27 જુલાઈ - પ્રથમ ટી-20 મેચ, પલ્લેકેલે સ્ટેડિયમ
28 જુલાઈ - બીજી ટી-20 મેચ, પલ્લેકેલે સ્ટેડિયમ
30 જુલાઈ - ત્રીજી ટી-20 મેચ, પલ્લેકેલે સ્ટેડિયમ
2 ઓગસ્ટ - પ્રથમ વન-ડે મેચ, આર પ્રેમદાસા સ્ટેડિયમ
4 ઓગસ્ટ - બીજી વન-ડે મેચ, આર પ્રેમદાસા સ્ટેડિયમ
7 ઓગસ્ટ - ત્રીજી વન-ડે મેચ,આર પ્રેમદાસા સ્ટેડિયમ








