મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

આજે T20 વર્લ્ડકપ 2024ની ફાઇનલ, દક્ષિણ આફ્રિકાને હરાવી ભારત પાસે 13 વર્ષ પછી ચેમ્પિયન બનવાની તક

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે ટી-20 વર્લ્ડકપ 2024ની ફાઇનલ મેચ યોજાશે. ભારતીય ટીમ છેલ્લે 201

આજે T20 વર્લ્ડકપ 2024ની ફાઇનલ, દક્ષિણ આફ્રિકાને હરાવી ભારત પાસે 13 વર્ષ પછી ચેમ્પિયન બનવાની તક

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે ટી-20 વર્લ્ડકપ 2024ની ફાઇનલ મેચ યોજાશે. ભારતીય ટીમ છેલ્લે 2011માં વન ડે વર્લ્ડકપ જીત્યું હતું. એવામાં ભારત પાસે 13 વર્ષ પછી ચેમ્પિયન બનવાની તક છે. મહત્ત્વપૂર્ણ છે કે, ભારતે 2007માં પ્રથમ વખત ટી-20 વર્લ્ડકપ જીત્યો હતો.

ભારત વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઇનલ મેચ

ભારતીય ટીમ ICC ટી-20 વર્લ્ડકપ 2024ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ વખત કોઇ પણ વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી છે. આફ્રિકાની ટીમ 50 ઓવરનો વર્લ્ડકપ હોય કે પછી ટી-20 વર્લ્ડકપ, તે સેમિ ફાઇનલ (1992,1999,2007,2009,2014,2015 અને 2023)થી આગળ વધી શકી નહતી. 

આ પહેલા ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં 27 જૂને સેમિ ફાઇનલ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 68 રને હરાવ્યું હતું જ્યારે દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ટી-20 વર્લ્ડકપની ફાઇનલ મેચ આજે બ્રિજટાઉન (બાર્બાડોસ)ના કેસિંગ્ટન ઓવલ મેદાનમાં રમાશે. મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે.

ભારતીય ટીમે 2013માં અંતિમ ICC ટ્રોફી જીતી હતી. તે સમયે મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટન્સીમાં ચેમ્પિયન્સ ટ્રોફી ભારતે જીતી હતી. તે બાદથી ભારતીય ટીમ કોઇ પણ ICC ટ્રોફી જીતી શક્યું નથી.

ટી-20 વર્લ્ડકપમાં ભારત અને દક્ષિણ આફ્રિકા હેડ ટુ હેડ

કૂલ મેચ- 6
ભારત જીત્યું- 4
દક્ષિણ આફ્રિકા જીત્યું-2

ભારતની સંભવિત ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટ કીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ

દક્ષિણ આફ્રિકાની સંભવિત ટીમ

ક્વિન્ટન ડી કોક (વિકેટ કીપર), રીજા હેન્ડરિક્સ, એડન માર્કરમ (કેપ્ટન), ડેવિડ મિલ્લર, હેનરિક ક્લાસેન, ટ્રિસ્ટન સ્ટબ્સ, માર્કો યાનસેન, કેશવ મહારાજ, કાગિસો રબાડા, એનરિક નોર્ખિયા, તબરેજ શમ્સી

આ સમાચાર શેર કરો