મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

વિરાટ-રોહિતના ક્લબમાં જોડાશે સૂર્યકુમાર યાદવ, પ્રથમ T20I માટે મેદાનમાં ઉતરતા જ પૂરી કરશે ખાસ સદી

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20I સિરીઝ 21 જાન્યુઆરીથી શરૂ થવાની છે. આ સિરીઝની પહેલી મેચ નાગપુરના વિદર્ભ

વિરાટ-રોહિતના ક્લબમાં જોડાશે સૂર્યકુમાર યાદવ, પ્રથમ T20I માટે મેદાનમાં ઉતરતા જ પૂરી કરશે ખાસ સદી

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20I સિરીઝ 21 જાન્યુઆરીથી શરૂ થવાની છે. આ સિરીઝની પહેલી મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં સૂર્યકુમાર યાદવ ટોસ માટે મેદાનમાં ઉતરતાની સાથે જ તેના નામે એક ખાસ રેકોર્ડ ઉમેરાશે. આ તેના T20I કારકિર્દીની 100મી મેચ હશે. તે ભારત માટે 100 T20I મેચ રમનાર ચોથો ખેલાડી બનશે.

સૂર્યકુમાર યાદવ રોહિત અને વિરાટના ક્લબમાં જોડાશે

ભારત માટે સૌથી વધુ T20I મેચ રમવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. તેણે પોતાની કારકિર્દીમાં 159 T20I મેચ રમી હતી. બીજી તરફ વિરાટ કોહલીએ 125 T20I મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે આ યાદીમાં બીજા ક્રમે છે. હાર્દિક પંડ્યાએ ભારત માટે 124 T20I મેચ રમી છે અને જો તે આગામી મેચમાં રમશે, તો તે સૌથી વધુ મેચ રમવાના મામલે વિરાટ કોહલીની બરાબરી કરશે. સૂર્યકુમાર યાદવ હવે આ યાદીમાં જોડાશે. તે ભારત માટે 100 T20I મેચ રમનાર ચોથો ખેલાડી બનશે, તે રોહિત અને વિરાટના આ ખાસ ક્લબમાં જોડાશે.

સૂર્યા T20 ફોર્મેટમાં 400 છગ્ગા પૂરા કરી શકે છે

જો સૂર્યકુમાર યાદવ આ સિરીઝમાં 5 છગ્ગા ફટકારવામાં સફળ રહે છે, તો તે T20 ફોર્મેટમાં 400 છગ્ગા પૂરા કરશે. હાલમાં સૂર્યકુમારે તેની T20 કારકિર્દીમાં 346 મેચની 320 ઈનિંગ્સમાં 395 છગ્ગા ફટકાર્યા છે. જોતે આ સિરીઝમાં પાંચ છગ્ગા ફટકારવામાં સફળ રહે છે, તો તે T20 ક્રિકેટમાં 400 કે તેથી વધુ છગ્ગા મારનાર ત્રીજો ભારતીય ક્રિકેટર બનશે. રોહિત શર્મા 547 છગ્ગા સાથે આ યાદીમાં ટોચ પર છે, જ્યારે વિરાટ કોહલી 435 છગ્ગા સાથે બીજા સ્થાને છે.

સૂર્યા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે

તાજેતરમાં T20I મેચોમાં સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન ખાસ પ્રભાવશાળી નથી રહ્યું. તેણે 2025માં વધુ રન નથી બનાવ્યા. ગયા વર્ષે તેણે T20I ફોર્મેટમાં 21 મેચ રમી હતી, જેમાં 13.62ની એવરેજથી ફક્ત 218 રન બનાવ્યા હતા. ગયા વર્ષે તેણે એક પણ સદી કે અડધી સદી નહતી ફટકારી. તેથી તે આગામી T20 વર્લ્ડ કપ પહેલા પોતાનું ફોર્મ સુધારવા અને ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં મોટી ઈનિંગ્સ રમવાનો પ્રયાસ કરશે.

આ સમાચાર શેર કરો