Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Team India's probable playing eleven for 1st T20I against New Zealand

IND vs NZ / ઈશાન અને રિંકુ બહાર, શ્રેયસની થશે વાપસી! જાણો પહેલી T20Iમાં ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

Timeછેલ્લું અપડેટ : 20 Jan 2026
લાઇવ ટીવીGoogle News
IND vs NZ / ઈશાન અને રિંકુ બહાર, શ્રેયસની થશે વાપસી! જાણો પહેલી T20Iમાં ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
સોર્સ : GSTV

ન્યુઝીલેન્ડ સામે ODI સિરીઝમાં શરમજનક હારનો સામનો કર્યા બાદ ટીમ ઈન્ડિયા T20Iમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયા સિરીઝની પ્રથમ મેચ 21 જાન્યુઆરીએ રમાશે. છેલ્લા એક વર્ષમાં ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ પ્રભાવશાળી રહ્યો છે.

App Store

બેટ સાથે અભિષેક શર્મા અને સંજુ સેમસન ઉત્તમ ફોર્મમાં છે. જ્યારે હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું છે. જોકે, કિવી ટીમ પણ મજબૂત દેખાય રહી છે. મેચ પહેલા જાણીએ કે પ્રથમ T20Iમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.

શું ઈશાન અને રિંકુને બહાર બેસવું પડશે?

ઈશાન કિશન અને રિંકુ સિંહને ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ T20I માટે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર બેસવું પડી શકે છે. અભિષેક શર્મા અને સંજુ સેમસન નાગપુરમાં પ્રથમ T20Iમાં ઈનિંગની શરૂઆત કરતા જોવા મળશે. શ્રેયસ અય્યર અથવા કેપ્ટન સૂર્યકુમાર યાદવ ત્રીજા નંબરે રમી શકે છે. ભારતીય T20 ટીમનો કેપ્ટન સૂર્યા હાલમાં ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. ત્યારે દરેક વ્યક્તિની નજર તેના પ્રદર્શન પર હશે.

હાર્દિક પંડ્યા પર મિડલ ઓર્ડર સંભાળવાની જવાબદારી હશે, જ્યારે શિવમ દુબે અને અક્ષર પટેલ ફિનીશરની ભૂમિકા ભજવશે. ઘરેલુ ક્રિકેટમાં સતત પ્રભાવશાળી પ્રદર્શન છતાં શરૂઆતની મેચોમાં ઈશાનને સંજુની જગ્યાએ પસંદ કરવામાં આવે તેવી શક્યતા ઓછી છે. શિવમના તાજેતરના ફોર્મને જોતા રિંકુને તક મળવાની શક્યતા પણ ઓછી લાગે છે.

બોલિંગ એટેક

પહેલી T20Iમાં જસપ્રીત બુમરાહ ફાસ્ટ બોલિંગ એટેકનું નેતૃત્વ કરશે. બુમરાહને અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાનો સાથ મળી શકે છે. બુમરાહ-અર્શદીપની જોડી કિવી બેટ્સમેન માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલ સ્પિન વિભાગની જવાબદારી સંભાળશે એટલે કે રવિ બિશ્નોઈને પણ તેના વારાની રાહ જોવી પડી શકે છે.

ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન

અભિષેક શર્મા, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ.