Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : ICC gives ultimatum to Bangladesh Cricket Board for T20 World Cup 2026

T20 વર્લ્ડ કપ 2026ને લઈને ICCએ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ! આ તારીખ સુધીમાં લેવો પડશે નિર્ણય

Timeછેલ્લું અપડેટ : 19 Jan 2026
લાઇવ ટીવીGoogle News
T20 વર્લ્ડ કપ 2026ને લઈને ICCએ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ! આ તારીખ સુધીમાં લેવો પડશે નિર્ણય
સોર્સ : GSTV

IPL 2026માંથી મુસ્તફિઝુર રહેમાનને રિલીઝ કરવાથી BCCI અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) વચ્ચેના સંબંધોમાં તણાવ આવ્યો છે. આ પછી BCBએ ભારતમાં T20 વર્લ્ડ કપ 2026માં રમવાનો ઈનકાર કર્યો છે, આ નિર્ણય પર તે હાલમાં ICC સાથે ચર્ચા કરી રહ્યું છે. આ ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. આવી સ્થિતિમાં હવે ICCએ BCBને અલ્ટીમેટમ આપ્યું છે. બાંગ્લાદેશ બોર્ડે ICCએ જણાવેલી તારીખ સુધીમાં અંતિમ નિર્ણય લેવો પડશે.

App Store

ICCએ BCBને અલ્ટીમેટમ આપ્યું છે

T20 વર્લ્ડ કપ 2026ને લઈને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અને ICC વચ્ચે ચર્ચા ચાલી રહી છે. એક અહેવાલ મુજબ ICCએ BCBને સ્પષ્ટ કરી દીધું છે કે તેણે T20 વર્લ્ડ કપ 2026માં ભાગ લેશે કે નહીં તે અંગે 21 જાન્યુઆરી સુધીમાં અંતિમ નિર્ણય લેવો પડશે. ટુર્નામેન્ટ શરૂ થવામાં હવે ફક્ત ત્રણ અઠવાડિયા બાકી છે. આવી સ્થિતિમાં ICC વધુ વિલંબ નથી કરવા માંગતું. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ કહે છે કે તે T20 વર્લ્ડ કપ 2026માં રમવા માંગે છે, પરંતુ તે ઈચ્છે છે કે મેચ શ્રીલંકામાં યોજાય. જોકે, ICC શેડ્યૂલમાં કોઈપણ ફેરફાર માટે સંમત થતું હોય તેવું લાગતું નથી. વધુમાં ICC બાંગ્લાદેશને ખુશ કરવા માટે અન્ય કોઈપણ ટીમના ગ્રુપમાં ફેરફાર પણ નથી કરવા માંગતું. ત્યારે હવે BCB પાસે વધુ વિકલ્પો નથી.

સ્કોટલેન્ડને લાગશે લોટરી

આ જ અહેવાલ મુજબ જો બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ ભારતમાં T20 વર્લ્ડ કપ ન રમવાના નિર્ણય પર અડગ રહે છે, તો ICC તેને ટુર્નામેન્ટમાંથી બહાર કરી શકે છે. આવી સ્થિતિમાં હાલના રેન્કિંગના કારણે સ્કોટલેન્ડને T20 વર્લ્ડ કપ 2026માં રમવાની તક મળી શકે છે. ICC માને છે કે બાંગ્લાદેશ ટીમ ભારતમાં ખતરો નથી. તેથી, શેડ્યૂલમાં ફેરફાર કરવાની તેની માંગ વાજબી નથી. જોકે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ વારંવાર પોતાની માંગણીનું પુનરાવર્તન કરી રહ્યું છે, જેના કારણે હવે વિવાદ વધ્યો છે.