મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Video: ન્યૂઝીલેન્ડ સામે ભારતની 6 વિકેટે તોફાની જીત, સીરિઝ પર કબજો

સોર્સ: gstv

ભારતે વેલિંગ્ટનના હેનરી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલા ત્રીજા ટી-ટ્વેન્ટી મુકાબલામાં 6 વિકેટે શાનદાર જીત હાંસલ કરી છે. ન્યૂઝીલેન્ડની ટીમે 20 ઓવરના ત્રણ વિકેટના નુકસાન પર 198 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 13.2 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કર્યો. ભારત માટે અભિષેક શર્માએ માત્ર 35 બોલમાં સદી ફટકારી 38 બોલમાં 113 રનની ઈનિંગ રમી હતી. બીજી તરફ વૈભવ સૂર્યવંશી 19 બોલમાં 45 રન ફટકાર્યાં હતા. અભિષેક શર્મા અને સૂર્યવંશીએ પ્રથમ પાંચ ઓવરમાં જ 100 રન ફટકારી દીધા અને પાવરપ્લેની 6 ઓવરમાં રેકોર્ડબ્રેક 118 રન બનાવ્યાં. આ જીત સાથે જ ભારતે સીરિઝ પર પણ કબ્જો કરી લીધો છે. પાંચ મેચોની T20 સીરઝમાં હવે ટીમ ઇન્ડિયા 3-0ની અજેય સરસાઈ મેળવી ચૂકી છે. અભિષેક શર્મા T20 ફોર્મેટમાં ચોરી સદી ફટકારી રોહિત શર્મા અને સુર્યકુમાર યાદવના ક્લબમાં સામેલ થઈ ગયો છે.

આ સમાચાર શેર કરો