મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

CSKમાં પાછા ફર્યા જૂના ખેલાડીઓ! એલ્બી મોર્કલ અને મોહિત શર્માની એન્ટ્રી, શું આ વખતે ખતરનાક બનશે ટીમ?

CSKમાં પાછા ફર્યા જૂના ખેલાડીઓ! એલ્બી મોર્કલ અને મોહિત શર્માની એન્ટ્રી, શું આ વખતે ખતરનાક બનશે ટીમ?
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

IPL 2027ની શરૂઆત પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 16 વર્ષ સુધી હેડ કોચ તરીકે સેવા આપનારા સ્ટીફન ફ્લેમિંગની વિદાય બાદ ટીમની કમાન નવા હેડ કોચ ઝહીર ખાનને સોંપવામાં આવી છે.

હવે ઝહીર ખાનના નેતૃત્વ હેઠળ, ચેન્નાઈએ તેના બે સૌથી વિશ્વસનીય અને જૂના ખેલાડીઓને પાછા લાવ્યા છે. સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર એલ્બી મોર્કલ આસિસ્ટન્ટ કોચ તરીકે અને ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર મોહિત શર્મા બોલિંગ કોચ તરીકે પાછા ફર્યા છે.

ચેપોક સ્ટેડિયમ પર ઘણી યાદગાર ક્ષણો બનાવનારા એલ્બી મોર્કલ અને મોહિત શર્માનો CSK સાથે લાંબો અને ભાવનાત્મક સંબંધ છે. મોર્કેલ 2008 (IPLની પહેલી સિઝન) થી 2013 સુધી CSKનો મુખ્ય આધારસ્તંભ હતો.

2010 અને 2011ની ચેમ્પિયન ટીમોના મુખ્ય સભ્ય મોર્કેલે ચેન્નાઈ માટે 78 મેચોમાં 827 રન બનાવ્યા અને 76 વિકેટ લીધી. SA 20માં જોહાનિસબર્ગ સુપર કિંગ્સને કોચિંગ આપ્યા પછી, તે હવે CSK ડગઆઉટમાં પાછો ફરશે.

2013માં CSKમાં ડેબ્યુ કરનાર અને 2014માં પોતાના ઘાતક સ્લોઅર બોલથી પર્પલ કેપ જીતનાર મોહિત શર્મા પણ યલો આર્મીને સુધારતો જોવા મળશે. ડિસેમ્બર 2025માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા મોહિતે ચેન્નાઈ માટે 48 મેચોમાં 58 વિકેટ લીધી હતી.

ફ્લેમિંગના ગયા પછી ટીમમાં ફેરફાર

સ્ટીફન ફ્લેમિંગ ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમનો હેડ કોચ બન્યા પછી CSKએ તેના લાંબા સમયથી ચાલતા બેકરૂમ સ્ટાફને સંપૂર્ણપણે નવું સ્વરૂપ આપ્યું છે.

માઈક હસી (બેટિંગ કોચ) અને એરિક સિમોન્સ (બોલિંગ કોચ) જેવા દિગ્ગજોની વિદાય બાદ, ઝહીર ખાનને પોતાનો કોચિંગ સ્ટાફ પસંદ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી હતી. જોકે, ફિલ્ડિંગ કોચ જેમ્સ ફોસ્ટર અને શ્રીધરન શ્રીરામ તેમના પદ પર રહેશે.

આ સમાચાર શેર કરો