મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

શ્રીલંકાએ T20 વર્લ્ડ કપ માટે કરી ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળી જગ્યા

શ્રીલંકાએ T20 વર્લ્ડ કપ માટે પોતાના ખેલાડીઓના નામની જાહેરાત કરી દીધી છે. આ ટૂર્નામેન

શ્રીલંકાએ T20 વર્લ્ડ કપ માટે કરી ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળી જગ્યા

શ્રીલંકાએ T20 વર્લ્ડ કપ માટે પોતાના ખેલાડીઓના નામની જાહેરાત કરી દીધી છે. આ ટૂર્નામેન્ટમાં શ્રીલંકાની આગેવાની ઓલરાઉન્ડર વાનિન્દુ હસરંગા કરશે. જ્યારે ચરિથ અસલંકા ઉપ-કેપ્ટનની ભૂમિકામાં હશે. આઈપીએલમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલા મથિશા પથિરાના અને મહિષ થીક્ષાના જેવા યુવા ખેલાડીઓ ઉપરાંત અનુભવી એન્જેલો મેથ્યુઝને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Lowest T20 Score / માત્ર 12 રનમાં સમેટાઈ ગઈ આખી ટીમ, શૂન્ય પર આઉટ થયા 6 બેટ્સમેન

T20 વર્લ્ડ કપ માટે શ્રીલંકાની ટીમ

વાનિન્દુ હસરાંગા (કેપ્ટન), ચરિથ અસલંકા (વાઈસ-કેપ્ટન), કુસલ મેન્ડિસ, પથુમ નિસાન્કા, કામિન્દુ મેન્ડિસ, સદીરા સમરવિક્રમા, એન્જેલો મેથ્યુઝ, દાસુન શનાકા, ધનંજય ડી સિલ્વા, મહિષ થીક્ષાના, ડુનિથ વેલાગે, દુષ્મંથા ચમીરા, નુવાન તુષારા, મતિશા પથિરાના અને દિલશાન મદુશંકા.

આ ખેલાડીઓથી રહેશે શ્રીલંકાને આશા

ચરિથ અસલંકા ઉપરાંત આ ટીમમાં કુસલ મેન્ડિસ, પથુમ નિસાન્કા, કામિન્દુ મેન્ડિસ અને સદીરા સમરવિક્રમા જેવા બેટ્સમેન હશે. જ્યારે એન્જેલો મેથ્યુઝ, દાસુન શનાકા, ધનંજય ડી સિલ્વા અને વાનિન્દુ હસરંગા જેવા ખેલાડીઓને ઓલરાઉન્ડર તરીકે સ્થાન મળ્યું છે. આ સિવાય બોલિંગની કમાન મહિષ થીક્ષાના, ડુનિથ વેલાગે, દુષ્મંથા ચમીરા, નુવાન તુષારા, મતિશા પાથિરાના અને દિલશાન મદુશંકા સંભાળશે.

ઉલ્લેખનીય છે કે, T20 વર્લ્ડ કપ 2 જૂનથી શરૂ થઈ રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ ઉપરાંત આ ટૂર્નામેન્ટની યજમાની અમેરિકા કરશે. જ્યારે ભારતીય ટીમ આયર્લેન્ડ સામે તેના T20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. ભારત અને આયર્લેન્ડની ટીમો 5 જૂને સામસામે ટકરાશે. આ પછી 9 જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. આયર્લેન્ડ સામેની મેચ સિવાય ટીમ ઈન્ડિયા ન્યૂયોર્કના નાસાઉ ક્રિકેટ સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે રમશે.

આ સમાચાર શેર કરો