Champions Trophy: દક્ષિણ આફ્રિકા-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ વરસાદમાં ધોવાઇ, રોમાંચક બની ગ્રુપ-Bની રેસ
ચેમ્પિયન્સ ટ્રોફીની સાતમી મેચ ગ્રુપ Bની દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની હતી. જોકે, વરસાદને કારણે આ મ

ચેમ્પિયન્સ ટ્રોફીની સાતમી મેચ ગ્રુપ Bની દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની હતી. જોકે, વરસાદને કારણે આ મેચ રમાઇ શકી નહતી અને ટોસ વગર જ રદ થઇ ગઇ હતી.બન્ને ટીમને એક-એક પોઇન્ટ આપવામાં આવ્યા છે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ગ્રુપ-Bની રેસ રોમાંચક બની
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ગ્રુપ Aમાંથી ભારત અને ન્યૂઝીલેન્ડે સેમિ ફાઇનલ માટે ક્વોલિફાઇ કરી લીધુ છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાન બહાર થઇ ગયું છે. ગ્રુપ Bમાં સેમિ ફાઇનલ રેસ રોમાંચક બની ગઇ છે. દક્ષિણ આફ્રિકા પ્રથમ અને ઓસ્ટ્રેલિયા બીજા નંબર પર છે. આ વચ્ચે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ વરસાદમાં ધોવાઇ ગઇ છે. રાવલપિંડીમાં વરસાદને કારણે ટોસ પણ થઇ શક્યો નહતો. વરસાદથી મેચ ધોવાની અસર સેમિ ફાઇનલની રેસ પર પડી છે.
ગ્રુપ-Bમાં સેમિ ફાઇનલમાં પહોંચવાનું સમીકરણ
અફઘાનિસ્તાનને હરાવીને +2.140 નેટ રનરેટ સાથે દક્ષિણ આફ્રિકા પ્રથમ નંબર પર છે. ઓસ્ટ્રેલિયા +0.475 નેટ રનરેટ સાથે બીજા નંબર પર છે, તેને ઇંગ્લેન્ડને હરાવ્યા હતા. ઇંગ્લેન્ડ -0.475 નેટ રનરેટ સાથે ત્રીજા નંબર પર છે. અફઘાનિસ્તાન -0.475 નેટ રનરેટ સાથે ચોથા નંબર પર છે.
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ ધોવાયા બાદ બન્નેના 3-3 પોઇન્ટ થઇ ગયા છે. એવામાં બાકી 3 મેચ ઇંગ્લેન્ડ-અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા-અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા-ઇંગ્લેન્ડ મહત્ત્વપૂર્ણ બની હઇ છે. આ મેચ 26 ફેબ્રુઆરી, 28 ફેબ્રુઆરી અને 1 માર્ચે રમાશે.
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા મેચ ધોવાયા બાદ અફઘાનિસ્તાન વિરૂદ્ધ ઇંગ્લેન્ડ જીત મેળવે છે તો ઓસ્ટ્રેલિયા સેમિ ફાઇનલમાં પહોંચી જશે. આ સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાના 3 અંક હશે. દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ઇંગ્લેન્ડ મેચ નોકઆઉટ બની જશે.
જો ઇંગ્લેન્ડને અફઘાનિસ્તાન હરાવે છે તો ઓસ્ટ્રેલિયા પર બહાર થવાનો ખતરો હશે. દક્ષિણ આફ્રિકાની ટીમ 3 પોઇન્ટ સાથે સેમિ ફાઇનલમાં પહોંચી જશે અને ઇંગ્લેન્ડની ટીમ બહાર થઇ જશે. ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ નોકઆઉટ થઇ જશે.
જોકે, ઉપરના બન્ને સમીકરણ ત્યારે જ શક્ય છે જ્યારે વરસાદને કારણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ગ્રુપ Bનો કોઇ અન્ય મેચ રદ ના થાય. જો વરસાદને કારણે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકા મેચ રદ થવા સિવાય કોઇ અન્ય મેચ પણનું પરિણામ ના આવે ત્યારે પણ સમીકરણ બદલાઇ જશે.








