મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL 2024 : મોદી સ્ટેડિયમમાં શુભમનની શાનદાર ફિફ્ટી, અંતિમ ઓવરમાં તેવટિયાની તાબડતોબ બેટિંગ

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં ગુરૂવારે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન

IPL 2024 : મોદી સ્ટેડિયમમાં શુભમનની શાનદાર ફિફ્ટી, અંતિમ ઓવરમાં તેવટિયાની તાબડતોબ બેટિંગ

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં ગુરૂવારે  ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુકાબલો ખેલાઈ રહ્યો છે. જેમાં પંજાબે ટોસ જીતીને ગુજરાતને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પરિણામે ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 199 રન બનાવ્યા હતા. પંજાબને મેચ જીતવા 200 રનનો ટાર્ગેટ આપ્યો છે. 

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સે આક્રમક શરૂઆત કરી હતી.  શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહાએ 3 ઓવરમાં 29 રનની ભાગીદારી કરી હતી. જોકે, સાહા 11 રન બનાવીને રબાડાનો શિકાર બન્યો હતો. જે બાદ વિલિયમસન પણ 26 રનની ઈનિંગ રમી હતી. 

મોદી સ્ટેડિમમાં ગિલે ચોગ્ગા-છગ્ગામી રમઝટ બોલાવી

શુભમને શાનદાર ફિફ્ટી ફટકારી હતી. ગિલે 48 બોલમાં 4 ચોગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી અણનમ 89 રન બનાવ્યા હતા. જોકે, સદી મારવાથી ચૂકી ગયો હતો. અંતમાં રાહુલ તેવટિયાએ આક્રમક ફટકાબાજી કરી હતી. 8 બોલમાં 1 સિક્સ અને 3 ફોરની મદદથી અણનમ 23 ફટકાર્યા હતા. 

બંને ટીમની પ્લેઇંગ- ઈલેવન

પંજાબ કિંગ્સ : શિખર ધવન (કેપ્ટન), જોની બેયરસ્ટો, પ્રભસિમરન સિંહ, સેમ કરન, જીતેશ શર્મા (વિકેટકીપર), શશાંક સિંહ, સિકંદર રઝા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા અને અર્શદીપ સિંહ.

ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા(વિકેટકીપર), સાઈ સુદર્શન, કેન વિલિયમસન, વિજય શંકર, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહમદ, ઉમેશ યાદવ અને દર્શન નલકાંડે.

આ સમાચાર શેર કરો