મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL 2024 : મુંબઈના બેટરોએ દિલ્હીના બોલરોને ધોઈ નાખ્યા, રોમારિયો શેફર્ડે અંતિમ ઓવરમાં 32 રન ફટકાર્યા

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં રવિવારે પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે &nbs

IPL 2024 : મુંબઈના બેટરોએ દિલ્હીના બોલરોને ધોઈ નાખ્યા, રોમારિયો શેફર્ડે અંતિમ ઓવરમાં 32 રન ફટકાર્યા

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં રવિવારે પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે  મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં દિલ્હીએ ટોસ જીતીને મુંબઈને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પરિણામે મુંબઈની ટીમે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 234 રન બનાવ્યા હતા. દિલ્હીને મેચ જીતવા 235 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈની શરૂઆત શાનદાર રહી હતી. રોહિત શર્મા અને ઈશાન કિશને પ્રથમ વિકેટ માટે 7 ઓવરમાં 80 રનની ભાગીદારી કરી હતી. જોકે, બંને ખેલાડીઓ ફિફ્ટી મારવાથી ચૂકી ગયા હતા. રોહિત શર્મા 49 અને ઈશાન કિશન 42 રન બનાવીને આઉટ થયો હતો. 

રોમારિયો શેફર્ડે 10 બોલમાં 39 રન ફટકાર્યા

સૂર્યકુમાર યાદવ પ્રથમ મેચમાં જ 0 રન બનાવીને એનરિક નોર્કિયા શિકાર બન્યો હતો. હાર્દિક પંડ્યાએ 33 બોલમાં 1 સિક્સ અને 3 ચોગ્ગાની મદદથી 39 રન બનાવ્યા હતા. જોકે, અંતમાં ટિમ ડેવિડ અને રોમારિયો શેફર્ડે તાબડતોબ બેટિંગ કરીને ટીમનો સ્કોર 230ને પાર પહોંચાડી દીધો હતો. ડેવિડે 21 બોલમાં 4 ચોગ્ગા અને 2 ફોરની મદદથી અણનમ 45 રન બનાવ્યા હતા. જ્યારે શેફર્ડે માત્ર 10 બોલમાં જ 4 સિક્સ અને 3 ફોરની મદદથી અણનમ 39 રન બનાવ્યા.

બંને ટીમની પ્લેઇંગ ઈલેવન

મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), તિલક વર્મા, રોમારિયો શેફર્ડ, ટિમ ડેવિડ, મોહમ્મદ નબી, પીયૂષ ચાવલા, ગેરાલ્ડ કોત્ઝી અને જસપ્રીત બુમરાહ.

દિલ્હી કેપિટલ્સ: પૃથ્વી શો, ડેવિડ વોર્નર, રિષભ પંત (વિકેટકીપર અને કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, અભિષેક પોરેલ, અક્ષર પટેલ, લલિત યાદવ, જાય રિચર્ડસન, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ, એનરિક નોર્કિયા.

આ સમાચાર શેર કરો