મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

‘મારો નિર્ણય ખોટો પડ્યો, મોટી ભૂલ થઈ’ ન્યૂઝીલેન્ડ સામે ધબડકા બાદ રોહિત શર્માનું નિવદેન

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બેંગલુરુમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયા

‘મારો નિર્ણય ખોટો પડ્યો, મોટી ભૂલ થઈ’ ન્યૂઝીલેન્ડ સામે ધબડકા બાદ રોહિત શર્માનું નિવદેન

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બેંગલુરુમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિંગમાં 46 રનમાં ખખડી ગઈ હતી. ટીમ ઈન્ડિયા તરફથી માત્ર જયસ્વાલ અને પંત ડબલ ડિજિટનો સ્કોર નોંધાવી શક્યા હતા. હવે ભારતીય ટીમના ધબડકા બાદ સુકાની રોહિત શર્માનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. રોહિતે ધબડકાની જવાબદારી લીધી છે અને તેણે સ્વિકાર્યું છે કે, મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે અને મારો નિર્ણય ખોટો સાબિત થયો છે. તેણે કહ્યું કે, મેં પીચને સમજવામાં ભુલ કરી છે, જેના કારણે ટીમ ઈન્ડિયાની આવી સ્થિતિ ઉભી થઈ છે.

રોહિતને ટોસ જીતી બેટિંગ પસંદ કરવી ભારે પડી

બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચનો ગઈકાલે પહેલો દિવસ વરસાદના કારણે ધોવાઈ ગયો હતો. ત્યારબાદ આજે બીજા દિવસે સવારે પણ વરસાદ જેવી સ્થિતિ હતી, જોકે તેમ છતાં મેચ શરૂ કરાઈ હતી. આ દરમિયાન ભારતીય સુકાની રોહિત શર્માએ ટોસ જીત્યો હતો અને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 

આખી ટીમ 46 રનમાં ઓલઆઉટ

રોહિતની આ ભૂલના કારણે ટીમ ઈન્ડિયાની એવી હાલત થઈ કે, મેચના બીજા સેશનની શરૂઆતમાં જ ટીમ 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. સૌથી મોટી વાત એ છે કે, રોહિત-કોહલી સહિતના ટોપ ઓર્ડરના બેટ્સમેને ખાતુ પણ ખોલાવી શક્યા ન હતા. ન્યુઝીલેન્ડના બોલરોના કહેર સામે ભારતીય ખેલાડીઓ ઘૂંટણીએ જોવા મળ્યા હતા.

આ સમાચાર શેર કરો