રોહિત-વિરાટ કોહલીને શ્રીલંકાના પ્રવાસમાં પણ આરામ અપાશે, આ ખેલાડી ટીમની કમાન સંભાળી શકે
BCCI ટી-20 વર્લ્ડકપ ચેમ્પિયન ભારતીય ટીમના સીનિયર ખેલાડી કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રી

BCCI ટી-20 વર્લ્ડકપ ચેમ્પિયન ભારતીય ટીમના સીનિયર ખેલાડી કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહને શ્રીલંકા પ્રવાસમાં આરામ આપી શકે છે. 27 જુલાઇથી શરૂ થતા શ્રીલંકાના પ્રવાસ માટે ઝિમ્બાબ્વે પ્રવાસમાં યુવા ટીમને મોકલવામાં આવી શકે છે. હાર્દિક પંડ્યા ટી-20 જ્યારે લોકેશ રાહુલ વન ડે ટીમની કેપ્ટન્સી કરી શકે છે.
ભારતીય પસંદગીકાર વર્લ્ડ ચેમ્પિયન ટીમના સીનિયર ખેલાડીઓને આરામ આપવા પર વિચાર કરી રહ્યાં છે. જો આમ થાય છે તો ત્રણેય ભારતીય ખેલાડી 80 દિવસના આરામ પર રહેશે. શ્રીલંકા પ્રવાસ બાદ ભારત સીધી 19 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ સામે ટકરાશે. ભારતીય ટીમ 27 જુલાઇથી શ્રીલંકાના પ્રવાસે જઇ રહી છે, અહીં ટીમ 3 વન ડે અને 3 ટી-20 મેચ રમશે.
કોહલી-રોહિત શર્માને 80 દિવસનો આરામ મળશે
રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહે ગત મહિને 29 જૂને ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં અંતિમ મેચ રમી હતી.જો આ ત્રણેય શ્રીલંકા પ્રવાસ પર નથી જતા તો તે 19 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશના ભારત પ્રવાસનો ભાગ બનશે. ત્રણેય ખેલાડીઓને 80 દિવસનો બ્રેક મળશે.
ભારતીય ટીમે ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને 2007 બાદ ટી-20 વર્લ્ડકપ જીત્યો હતો. આટલું નહીં, આ જીત સાથે ટીમે 2013 બાદ કોઇ ICC ટ્રોફી પોતાના નામે કરી છે.
સીનિયર્સ ખેલાડીઓને આરામ કેમ?
19 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશના ભારત પ્રવાસ બાદ ટીમ ઇન્ડિયાનો કાર્યક્રમ વ્યસ્ત છે. ટીમ બાંગ્લાદેશ બાદ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 3 ટેસ્ટ, ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 5 ટેસ્ટ અને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 5 ટી-20, 3 વન ડે મેચ રમવાની છે. આટલું જ નહીં, ભારતીય ટીમ ફેબ્રુઆરી-માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેશે. એવામાં સિલેક્ટર્સ વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ રોહિત-કોહલી અને બુમરાહને આરામ આપી શકે છે.
શ્રીલંકા પ્રવાસમાં આવી હોઇ શકે છે ભારતીય ટીમ
લોકેશ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, રુતૂરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, સંજુ સેમસન (વિકેટ કીપર), રિષભ પંત (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, રિન્કુ સિંઘ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, અવેશ ખાન, અર્શદીપ સિંહ
ભારતનો શ્રીલંકા પ્રવાસ
પ્રથમ ટી-20 27 જુલાઇ
બીજી ટી-20 28 જુલાઇ
ત્રીજી ટી-20 30 જુલાઇ
પ્રથમ વન ડે 2 ઓગસ્ટ
બીજી વન ડે 4 ઓગસ્ટ
ત્રીજી વન ડે 7 ઓગસ્ટ








