વિરાટ-બુમરાહ નહીં, રોહિત શર્માએ આ ત્રણ લોકોને આપ્યો ટી-20 વર્લ્ડકપ જીતનો શ્રેય
રોહિત શર્માની આગેવાનીમાં ભારતે જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાયેલ ટી-20 વર્લ્ડકપની

રોહિત શર્માની આગેવાનીમાં ભારતે જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાયેલ ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ICC ટી-20 વર્લ્ડકપ જીત્યો હતો. ભારતનો 2007 બાદ આ બીજો ટી-20 વર્લ્ડકપ ખિતાબ હતો અને રોહિત શર્માએ બાર્બાડોસમાં તે જીત સાથે જ ટી-20માંથી સંન્યાસ લઇ લીધો હતો.
રોહિત શર્માએ વર્લ્ડકપ જીતનો શ્રેય આ લોકોને આપ્યો
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે પૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે પરિણામોની ચિંતા કર્યા વગર ખેલાડીઓ પાસે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરાવ્યું અને તેમના પ્રયાસમાં તેમનો પુરો સાથ આપ્યો જેને કારણે ભારત ટી-20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યું.
મને પોતાના ત્રણેય સ્તંભ પાસેથી ઘણી મદદ મળી
રોહિત શર્માએ એક કાર્યક્રમમાં વર્ષના સર્વશ્રેષ્ઠ મેન્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર પસંદ થયા બાદ કહ્યું, 'આ ટીમને બદલવી અને આંકડા, પરિણામ વિશે વધુ ચિંતા ના કરવી, આ સુનિશ્ચિત કરવું મારૂ સ્વપ્ન હતું કે અમે એવો માહોલ બનાવીએ જ્યા લોકો મેદાન પર આવીને વધુ વિચાર્યા વગર ખુલીને રમી શકે. મને પોતાના ત્રણેય સ્તંભ પાસેથી ઘણી મદદ મળી જે અસલમાં જય શાહ, રાહુલ દ્રવિડ અને પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર છે. મે જે કર્યું તે મારા માટે મહત્ત્વપૂર્ણ હતું અને નિશ્ચિત રીતે તે ખેલાડીઓને ના ભૂલવા જોઇએ જે અલગ અલગ સમય પર આવ્યા અને ટીમને મદદ કરી.
રોહિત શર્માએ કહ્યું કે વર્લ્ડકપ જીતવું તેને ક્યારેય શબ્દોમાં વ્યક્ત ના કરી શકાય. રોહિત શર્માએ કહ્યું, એક એવો અહેસાસ હતો જે દરરોજ ના આવી શકે. જ્યારે અમે વર્લ્ડકપ જીત્યા તો તે ક્ષણનો આનંદ લેવો મહત્ત્વપૂર્ણ હતો, જેને અમે ઘણી સારી રીતે કર્યું અને અમારી સાથે ઉજવણી કરવા માટે દેશનો પણ આભાર.








