મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

રિકી પોન્ટિંગને આ IPL ટીમે બનાવ્યો પોતાનો કોચ, દિલ્હી કેપિટલ્સનો સાથ છોડ્યો

IPLની નવી સિઝનમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ નવી ટીમની જવાબદારી સંભાળતા જોવા મળશે. રિ

રિકી પોન્ટિંગને આ IPL ટીમે બનાવ્યો પોતાનો કોચ, દિલ્હી કેપિટલ્સનો સાથ છોડ્યો

IPLની નવી સિઝનમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ નવી ટીમની જવાબદારી સંભાળતા જોવા મળશે. રિકી પોન્ટિંગને પંજાબ કિંગ્સે મુખ્ય કોચની જવાબદારી સોપી છે. ગત સિઝન સુધી પોન્ટિંગ દિલ્હી કેપિટલ્સ માટે આ જવાબદારી સંભાળતા હતા. 7 વર્ષ સુધી ટીમ સાથે રહ્યાં બાદ પોન્ટિંગે અલગ થવાનો નિર્ણય કર્યો હતો. રિકી પોન્ટિંગ IPL 2025માં શિખર ધવનની કેપ્ટન્સી ધરાવતી ટીમને કોચિંગ આપશે.

પંજાબ કિંગ્સનું 2024માં પ્રદર્શન

પંજાબ કિંગ્સનું IPL 2024માં ખરાબ પ્રદર્શન રહ્યું હતું. આ ટીમે 14 મેચ રમીને માત્ર 5 મેચમાં જ જીત મેળવી હતી. પોઇન્ટ ટેબલમાં શિખર ધવનની પંજાબ કિંગ્સ 9માં નંબર પર રહી હતી. વર્ષ 2014 પછી પંજાબ કિંગ્સ પ્લે ઓફમાં જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહી છે. હવે નવી સિઝનમાં ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પંજાબ કિંગ્સ નવા મુખ્ય કોચ રિકી પોન્ટિંગ સાથે રમવા ઉતરશે. મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ સાથે કામ કરી ચુકેલા રિકી પોન્ટિંગ હવે પંજાબ કિંગ્સ માટે રણનીતિ તૈયાર કરતા જોવા મળશે.

પંજાબ કિંગ્સનો આઠમી સિઝનમાં છઠ્ઠો કોચ

વર્ષ 2017માં આ ટીમે ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સહેવાગને મુખ્ય કોચ બનાવ્યા હતા. વર્ષ 2018માં ઓસ્ટ્રેલિયાના બ્રેડ હૉગ આ જવાબદારી સંભાળતા જોવા મળ્યા હતા. 2019માં માઇક હેસન આ ટીમ સાથે મુખ્ય કોચ તરીકે જોડાયા હતા પરંતુ 2021માં અનિલ કુંબલેને આ જવાબદારી સોપવામાં આવી હતી. ટીમની આશા અનુસાર સફળતા ના મળ્યા બાદ રાજીનામું આપ્યું હતું. 2023 અને 2024માં ટ્રેવર બેલિસે મુખ્ય કોચની જવાબદારી સંભાળી હતી.

આ સમાચાર શેર કરો