Paris Olympics 2024: ઓપનિંગ સેરેમનીમાં લેડી ગાગા અને સેલિન ડિયોન કરી શકે છે પર્ફોર્મ, જાણો ક્યાં જોઈ શકાશે લાઇવ
પેરિસ ઓલિમ્પિક 2024ની ઓપનિંગ સેરેમની આજે એટલે કે 26 જુલાઈ શુક્રવારના રોજ

પેરિસ ઓલિમ્પિક 2024ની ઓપનિંગ સેરેમની આજે એટલે કે 26 જુલાઈ શુક્રવારના રોજ યોજાશે. જોકે, ઘણી રમતો બે દિવસ અગાઉથી શરૂ થઈ ગઈ છે. જેમ ભારતે પણ 25મી જુલાઈથી અભિયાન શરૂ કર્યું હતું. ભારતે પોતાના અભિયાનની શરૂઆત તીરંદાજીથી કરી હતી. હવે એક દિવસ પછી ઓપનિંગ સેરેમની થશે. આ સેરેમની ઓલિમ્પિક ઈતિહાસની સૌથી મોટી ઓપનિંગ સેરેમનીમાંથી એક હશે. આ સેરેમનીમાં ઘણા સ્ટાર્સ જોવા મળી શકે છે, જેમાં લેડી ગાગાનું મોટું નામ પણ સામેલ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રખ્યાત સિંગર અને એક્ટર લેડી ગાગા ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીમાં જોવા મળી શકે છે. જોકે, ઈવેન્ટમાં પર્ફોર્મ કરનારા મોટાભાગના સ્ટાર્સની યાદી જાહેર કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો લેડી ગાગા સિવાય ફેમસ સિંગર સેલિન ડિયોનનું પર્ફોર્મન્સ પણ જોવા મળી શકે છે. સેલિન ડિયોન અને લેડી ગાગા પેરિસમાં જોવા મળી હતી.
ઓપનિંગ સેરેમની ક્યારે થશે?
સ્થાનિક સમય અનુસાર, ઓપનિંગ સેરેમની સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ભારતીય સમય અનુસાર આ ઓપનિંગ સેરેમની રાત્રે 11 વાગ્યે શરૂ થશે.
ઓપનિંગ સેરેમની ક્યાં યોજાશે?
ઓલિમ્પિકના ઈતિહાસમાં આ પહેલીવાર બનશે જ્યારે કોઈ સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવશે નહીં. આ ઓપનિંગ સેરેમની સીન નદી પર યોજાશે. ખેલાડીઓ મોટાભાગે પોતાના દેશનો ધ્વજ લઈને મેદાન પર ચાલે છે. અગાઉ ઓલિમ્પિકમાં ઓપનિંગ સેરેમની સ્ટેડિયમની અંદર યોજાતી હતી, પરંતુ આ પહેલી વખત હશે કે આ પ્રકારની સેરેમની યોજાશે. આ ઓપનિંગ સેરેમની લગભગ 3 કલાક ચાલે તેવી શક્યતા છે.
તમે તેને ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકશો?
ઉલ્લેખનીય છે કે પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીનું ભારતમાં ટીવી પર Sports18 દ્વારા લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. આ સિવાય ઓપનિંગ સેરેમનીનું લાઈવ સ્ટ્રીમિંગ JioCinema પર થશે. તમે મફતમાં લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશો.








