IND vs PAK / T20 વર્લ્ડ કપમાં પણ ચાલુ રહી 'નો હેન્ડશેક' પોલિસી, ટોસ સમયે બંને કેપ્ટને ન મિલાવ્યા હાથ

T20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ સ્ટેજમાં બહુપ્રતિક્ષિત મેચ શરૂ થઈ ગઈ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં ટકરાઈ ચાલી રહી છે. પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ટોસ દરમિયાન 'નો હેન્ડશેક' પોલિસી ચાલુ રહી હતી. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ હાથ નહતા મિલાવ્યા.
આગાએ કોઈ ફેરફાર કર્યા નથી
ટોસ જીત્યા પછી, પાકિસ્તાનના કેપ્ટને કહ્યું, "અમે પહેલા બોલિંગ કરવા માંગીએ છીએ. પિચ થોડી સ્ટિકી લાગે છે, તેથી અમને લાગે છે કે તે પ્રથમ કેટલીક ઓવર્સમાં બોલર્સને મદદ કરશે, તેથી અમે તેનો લાભ લેવા માંગીએ છીએ. અમે ટીમમાં ખૂબ જ આરામદાયક છીએ અને આ પડકાર માટે ઉત્સાહિત છીએ. તે એક મોટું મેદાન છે અને પિચ ધીમી છે. અમારી ટીમમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યા."
સૂર્યાએ બે ફેરફારો કર્યા
શું તમને પહેલા બેટિંગ કરવા સામે કોઈ વાંધો છે? આ પ્રશ્નના જવાબમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું, "બિલકુલ નહીં. અમે પહેલા બેટિંગ કરવા માંગતા હતા. અમે અહીં પરિણામો જોયા છે. અમે છેલ્લી બે મેચમાં પહેલા બેટિંગ કરી છે અને બંને જીતી છે, તેથી અમે કંઈપણ બદલવા નથી માંગતા."
મોટી મેચ અંગે તેણે કહ્યું, "મને લાગે છે કે તે કહેવું સહેલું છે કે આ ફક્ત એક મેચ છે, પરંતુ આ એક મોટો અવસર છે. આ મેચ હંમેશા ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે, પરંતુ તમારે એ પણ જાણવાની જરૂર છે કે તમે શું કરવા માંગો છો. તે જ વધુ મહત્ત્વપૂર્ણ છે. વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરો, તમારી કુશળતા પર વિશ્વાસ કરો, તમારું શ્રેષ્ઠ આપો અને તમારામાં વિશ્વાસ રાખો."
સૂર્યાએ ટોસ દરમિયાન જાહેરાત કરી કે ભારતીય ટીમમાં બે ફેરફારો કરવામાં આવ્યા છે. અભિષેક શર્મા અને કુલદીપ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે અર્શદીપ સિંહ અને સંજુ સેમસનને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારત: અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ.
પાકિસ્તાન: સેમ અયુબ, સાહિબજાદા ફરહાન, સલમાન આગા (કેપ્ટન), બાબર આઝમ, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, ફહીમ અશરફ, ઉસ્માન ખાન (વિકેટકીપર), શાહીન આફ્રિદી, અબરાર અહેમદ, ઉસ્માન તારિક.

