Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : India A won against Pakistan A in Women's Asia Cup Rising Stars

IND A vs PAK A / કોલંબો પહેલા બેંગકોકમાં હાર્યું પાકિસ્તાન, ભારતીય મહિલા ટીમે 8 વિકેટે જીતી મેચ

Timeછેલ્લું અપડેટ : 15 Feb 2026
લાઇવ ટીવીGoogle News
IND A vs PAK A / કોલંબો પહેલા બેંગકોકમાં હાર્યું પાકિસ્તાન, ભારતીય મહિલા ટીમે 8 વિકેટે જીતી મેચ
સોર્સ : GSTV

આજે (15 ફેબ્રુઆરી) મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કોલંબોમાં મેચ રમાવાની છે. અ મેચ ભારતીય સસમય મુજબ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. આ પહેલા ભારતીય મહિલા A ટીમે બેંગકોક સ્ટેડિયમ ખાતે રમાયેલી વિમેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન મહિલા A ટીમને 8 વિકેટથી હરાવી. ટીમ ઈન્ડિયાએ બોલિંગ અને બેટિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું, પહેલા પાકિસ્તાની મહિલા A ટીમને 18.5 ઓવરમાં 93 રન પર રોકી દીધી અને પછી 10.1 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો. ટીમ ઈન્ડિયા તરફથી ટાર્ગેટ ચેઝ કરતી વખતે વૃંદા દિનેશની બેટિંગ પ્રભાવશાળી રહી, તેણે માત્ર 29 બોલમાં શાનદાર 55 રન બનાવ્યા.

App Store

વૃંદા અને અનુષ્કા શર્મા સામે પાકિસ્તાની બોલર્સ ફેલ

પાકિસ્તાની મહિલા A ટીમને 93 રનમાં ઓલઆઉટ કર્યા પછી, બધાની નજર ભારતીય મહિલા A ટીમના બેટ્સમેનોના પ્રદર્શન પર હતી. ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી નહતી રહી, તેણે હુમૈરા કાઝીના રૂપમાં પોતાની પહેલી વિકેટ શૂન્યના સ્કોર પર ગુમાવી દીધી હતી. ત્યારબાદ બેટિંગ કરવા આવેલી અનુષ્કા શર્માએ માત્ર ઈનિંગને સ્થિર જ ન કરી, પરંતુ ઝડપી ગતિએ રન પણ બનાવ્યા. પ્રથમ છ ઓવરના અંતે ટીમ ઈન્ડિયાએ એક વિકેટ ગુમાવીને 63 રન બનાવી લીધા હતા. ત્યારબાદ અનુષ્કા શર્મા 26 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 24 રન બનાવીને પવેલિયન પરત ફરી હતી. વૃંદા અને અનુષ્કાએ બીજી વિકેટ માટે 79 રનની પાર્ટનરશિપ કરી હતી. અનુષ્કાના ગયા પછી તેજલ હસબનીસ બેટિંગ કરવા આવી અને વૃંદા સાથે મળીને તેણે ટીમને એકતરફી જીત અપાવી. વૃંદાએ આ મેચમાં 55 રનની અણનમ ઈનિંગ રમી, જેમાં 12 ચોગ્ગા ફટકાર્યા હતા. તેજલ હસબનીસે પણ 5 બોલમાં અણનમ 12 રન બનાવ્યા હતા.

રાધા, પ્રેમા અને સાયમાએ શાનદાર બોલિંગ કરી

આ મેચમાં ટીમ ઈન્ડિયાની બોલર્સના પ્રદર્શન વિશે વાત કરીએ તો કેપ્ટન રાધા યાદવ, પ્રેમા રાવત અને સાઈમા ઠાકોરની કમાલ જોવા મળી હતી. પાકિસ્તાની મહિલા A ટીમની બેટ્સમેન આ બોલર્સ સામે એકદમ લાચાર દેખાતી હતા. કેપ્ટન રાધા યાદવે પોતાની 3 ઓવરમાં માત્ર 11 રન આપીને 2 વિકેટ લીધી. પ્રેમા રાવતે પોતાની 3 ઓવરમાં 16 રન આપીને 2 વિકેટ લીધી, જ્યારે સાઈમા ઠાકોરે પોતાની 4 ઓવરમાં 14 રન આપીને 2 વિકેટ લીધી હતી. જિન્તિમણિ કાલિતા અને મીનુ મણિએ પણ એક-એક વિકેટ લીધી.