Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : T20 World Cup 2026 IND vs PAK match preview

T20 World Cup 2026 / આજે કોલંબોમાં ટકરાશે ભારત-પાકિસ્તાન, જાણો હેડ-ટુ-હેડ રેકોર્ડ અને લાઈવ સ્ટ્રીમિંગની વિગતો

Timeછેલ્લું અપડેટ : 15 Feb 2026
લાઇવ ટીવીGoogle News
T20 World Cup 2026 / આજે કોલંબોમાં ટકરાશે ભારત-પાકિસ્તાન, જાણો હેડ-ટુ-હેડ રેકોર્ડ અને લાઈવ સ્ટ્રીમિંગની વિગતો
સોર્સ : GSTV

ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે એટલે કે 15 ફેબ્રુઆરીના રોજ હાઈ-વોલ્ટેજ મેચ રમાશે. આ મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાશે. બંને ટીમો અત્યાર સુધી ટુર્નામેન્ટમાં અજેય છે અને ગ્રુપ Aમાં ટોપ 2 પર છે. ભારતે ટુર્નામેન્ટના ઓપનરમાં USAને 29 રનથી હરાવ્યું અને પછી નામિબિયાને 93 રનથી હરાવ્યું હતું. આ સાથે ભારત 4 પોઈન્ટ અને +3.050ની નેટ રન રેટ સાથે પોઈન્ટ્સ ટેબલ પર પહેલા સ્થાને છે.

App Store

જ્યારે પાકિસ્તાને પહેલા રોમાંચક મેચમાં નેધરલેન્ડ્સને હરાવ્યું, પછી USA સામે મોટી જીત મેળવી હતી. ટીમ +0.932ની નેટ રન રેટ સાથે બીજા સ્થાને છે. હવે આ મેચ પહેલા જાણો કે બંને ટીમોમાંથી કોઈનું પલડું ભારે છે.

T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી 16 મેચ રમાઈ છે, જેમાં ભારત 13-3થી આગળ છે. આ અંતર T20 વર્લ્ડ કપમાં વધારે છે, તેમાં ભારત 8 મેચમાં 7-1થી આગળ છે.

T20Iમાં હેડ-ટુ-હેડ રેકોર્ડ

  • કુલ મેચ: 16
  • ભારત: 13 (1 બોલ-આઉટ દ્વારા)
  • પાકિસ્તાન: 3
  • ટાઈ: 1 (ભારત બોલ-આઉટ દ્વારા જીત્યું)

T20 વર્લ્ડ કપમાં હેડ-ટુ-હેડ રેકોર્ડ

  • કુલ મેચ: 8
  • ભારત: 7 (1 બોલ-આઉટ દ્વારા)
  • પાકિસ્તાન: 1
  • ટાઈ: 1 (ભારત બોલ-આઉટ દ્વારા જીત્યું)

લાઈવ સ્ટ્રીમિંગ અને ટેલિકાસ્ટ

ભારતમાં ભારત-પાકિસ્તાન T20 વર્લ્ડ કપ 2026 મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Jio Hotstar પર જોઈશકાશે, જ્યારે લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ટીવી ચેનલો પર પ્રસારિત કરવામાં આવશે.

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ભારત: અભિષેક શર્મા, ઈશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ/વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ/કુલદીપ યાદવ.

પાકિસ્તાનઃ સૈમ અયુબ, સાહિબજાદા ફરહાન, સલમાન અલી આગા (કેપ્ટન), બાબર આઝમ, ઉસ્માન ખાન (વિકેટકીપર), શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, ઉસ્માન તારિક, અબરાર અહેમદ.

અભિષેક અને તારિક પર નજર રહેશે

આ મેચ પહેલા બધાની નજર પાકિસ્તાનના ઉસ્માન તારિક અને ભારતના અભિષેક શર્મા પર છે. મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં પણ બંને ખેલાડીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાએ કહ્યું કે તે ઈચ્છે છે કે અભિષેક રમે જેથી મેચ સારી રહે. જ્યારે સૂર્યકુમાર યાદવે કહ્યું કે તે ઉસ્માન સામે તૈયાર છે અને અભિષેક મેચ રમશે.