Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Hardik Pandya surprises girlfriend Mahika Sharma on Valentine's Day

વેલેન્ટાઈન ડે પર હાર્દિક પંડ્યાનો રોમાન્ટિક અંદાજ, ગર્લફ્રેન્ડ માહિકા શર્માને આપ્યું ખાસ સરપ્રાઈઝ

Timeછેલ્લું અપડેટ : 14 Feb 2026
લાઇવ ટીવીGoogle News
વેલેન્ટાઈન ડે પર હાર્દિક પંડ્યાનો રોમાન્ટિક અંદાજ, ગર્લફ્રેન્ડ માહિકા શર્માને આપ્યું ખાસ સરપ્રાઈઝ
સોર્સ : GSTV

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં T20 વર્લ્ડ કપ 2026માં વ્યસ્ત છે, પરંતુ આ વ્યસ્તતા વચ્ચે પણ તેણે વેલેન્ટાઈન ડેના અવસરે ફેન્સને મોટું સરપ્રાઈઝ આપ્યું છે. નતાશા સ્ટેનકોવિક સાથેના છૂટાછેડા પછી હાર્દિકે પહેલીવાર પોતાના નવા પ્રેમનો ખુલાસો કર્યો છે. એક્ટ્રેસ માહિકા શર્મા સાથે તેની નિકટતાની ચર્ચાઓ લાંબા સમયથી ચાલતી હતી, પરંતુ હવે હાર્દિકે પોતાની ગરદન પર એક ખાસ પર્મનન્ટ ટેટૂ કરાવીને આ સંબંધ પર મહોર મારી દીધી છે. દિલ્હીમાં રમાયેલી બીજી મેચ દરમિયાન હાર્દિકે આ ટેટૂ બનાવડાવ્યું હતું, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

App Store

માહિકા શર્મા માટે ખાસ ગિફ્ટ

હાર્દિકની ગરદન પરનું આ ટેટૂ 'એલિયન્સ ટેટૂ' ની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જે માત્ર એક આર્ટ નથી પરંતુ તેમની પર્સનલ લવ સ્ટોરી દર્શાવે છે. આ ટેટૂમાં બે દીપડા (Leopards) ની ડિઝાઈન છે અને તેની વચ્ચે માહિકાના નામનો પહેલો અક્ષર 'M' કોતરવામાં આવ્યો છે. ટેટૂમાં એક દીપડો બોલ્ડ અને વાસ્તવિક લાગે છે જે શક્તિ અને જુસ્સાનું પ્રતીક છે, જ્યારે બીજો દીપડો લાઈન આર્ટ દ્વારા પહેલા દીપડાની આસપાસ પરછાયાની જેમ ફરીને 'M' આકાર બનાવે છે. આ ડિઝાઈન બે મજબૂત વ્યક્તિઓના પરસ્પર તાલમેલ અને એકબીજા પ્રત્યેના સમર્પણને દર્શાવે છે.

રવિવારે સાંજે રમાશે રોમાંચક જંગ

ક્રિકેટની વાત કરીએ, તો હાર્દિક પંડ્યા હવે દિલ્હીથી કોલંબો જવા રવાના થઈ ગયો છે. ભારતીય ટીમ રવિવારે, 15 ફેબ્રુઆરીની સાંજે પાકિસ્તાન સામે હાઈ-વોલ્ટેજ મેચ રમવાની છે. વર્લ્ડ કપના આ મહત્ત્વના જંગ પહેલા હાર્દિકનું આ નવું ટેટૂ અને તેના અંગત જીવનમાં આવેલો નવો વળાંક ચર્ચાનો વિષય બન્યો છે. ફેન્સ હવે મેદાન પર હાર્દિકના પ્રદર્શનની સાથે સાથે તેના આ નવા અંદાજને લઈને પણ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.