Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Zimbabwe beat Australia by 23 runs in T20 World Cup 2026

T20 World Cup 2026 / મુઝરાબાનીની સ્પિડ સામે ઓસ્ટ્રેલિયાનું સરેન્ડર, ઝિમ્બાબ્વેએ સર્જ્યો મોટો અપસેટ

Timeછેલ્લું અપડેટ : 13 Feb 2026
લાઇવ ટીવીGoogle News
T20 World Cup 2026 / મુઝરાબાનીની સ્પિડ સામે ઓસ્ટ્રેલિયાનું સરેન્ડર, ઝિમ્બાબ્વેએ સર્જ્યો મોટો અપસેટ
સોર્સ : GSTV

T20 વર્લ્ડ કપ 2026માં ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રનથી હરાવ્યું છે. પહેલા બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 2 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા અને ઓસ્ટ્રેલિયાને 170 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમ 146 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને ઝિમ્બાબ્વેએ 23 રનથી મેચ જીતી લીધી.

App Store

ઓસ્ટ્રેલિયા આ વર્લ્ડ કપમાં ઘણા મુખ્ય ખેલાડીઓ વિના રમી રહ્યું છે, જેની અસર આજની મેચમાં જોવા મળી. ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિચેલ માર્શ પણ ઈજાને કારણે બહાર છે અને તેની ગેરહાજરીમાં ટ્રેવિસ હેડ ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપમાં ક્યારેય ઝિમ્બાબ્વેને નથી હરાવ્યું. T20 વર્લ્ડ કપમાં બંને ટીમો અત્યાર સુધી 2 વખત ટકરાઈ છે અને બંને વખત ઝિમ્બાબ્વેએ મેચ જીતી છે.

ફ્લોપ રહ્યા કાંગારૂ બેટ્સમેન

ઝિમ્બાબ્વેના 170 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. ટીમનો ઓપનર જોશ ઈંગ્લિસ માત્ર 8 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ કેમેરોન ગ્રીન કોઈ રન બનાવ્યા વિના આઉટ થઈ ગયો. ચોથા નંબરે બેટિંગ કરવા આવેલો ટિમ ડેવિડ પણ બેટિંગમાં નિષ્ફળ ગયો અને માત્ર બે બોલ રમી શૂન્ય પર આઉટ થયો. જ્યારે કેપ્ટન ટ્રેવિસ હેડે 15 બોલમાં 17 રન બનાવ્યા હતા.

ગ્લેન મેક્સવેલ ફોર્મમાં નહતો દેખાયો, તેણે 31 રન બનાવ્યા પરંતુ તેનો સ્ટ્રાઈક રેટ ઘણો ઓછો હતો. મેટ રેનશોએ એક છેડો સંભાળી રાખ્યો અને 44 બોલમાં 65 રન બનાવ્યા. જોકે, તેની ઈનિંગ કાંગારૂઓને જીત ન અપાવી શકી. ઝિમ્બાબ્વેની બોલિંગ ઘાતક હતી, બ્લેસિંગ મુઝારાબાનીએ તેના ચાર ઓવરના સ્પેલમાં માત્ર 17 રન આપીને 4 વિકેટ લીધી. જ્યારે બ્રેડ ઇવાન્સે 3.3 ઓવરમાં 23 રન આપીને 3 વિકેટ લીધી હતી.

બ્રાયન બેનેટે શાનદાર ઈનિંગ રમી

ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની શરૂઆત ખુ સારી રહી હતી. બ્રાયન બેનેટ અને તાદિવાનાશે મારુમાનીએ પ્રથમ વિકેટ માટે 61 રન ઉમેર્યા. મારુમાની 21 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ બેનેટને રયાન બર્લના રૂપમાં સારો સાથી મળ્યો અને બંનેએ બીજી વિકેટ માટે 70 રનની મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપ કરી.

30 બોલમાં 35 રન બનાવ્યા બાદ બર્લને કેમેરોન ગ્રીને આઉટ કર્યો. જોકે, બેનેટે એક છેડે ઉભો હતો અને તેણે 56 બોલમાં 64 રનની મજબૂત ઈનિંગ રમી, જેનાથી ઝિમ્બાબ્વે 20 ઓવરમાં 2 વિકેટે 169 રન સુધી પહોંચી શક્યું.