Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : 2 Players out of T20 World Cup a team forced to change captain

T20 વર્લ્ડ કપ 2026 વચ્ચે બે ટીમોને લાગ્યા ઝટકા, એકે તો ટુર્નામેન્ટ દરમિયાન બદલવો પડ્યો કેપ્ટન

Timeછેલ્લું અપડેટ : 13 Feb 2026
લાઇવ ટીવીGoogle News
T20 વર્લ્ડ કપ 2026 વચ્ચે બે ટીમોને લાગ્યા ઝટકા, એકે તો ટુર્નામેન્ટ દરમિયાન બદલવો પડ્યો કેપ્ટન
સોર્સ : GSTV

ICC T20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકાની મેજબાનીમાં રમાઈ રહ્યો છે. જોકે, ટુર્નામેન્ટની શરૂઆતમાં કેટલીક ટીમોને મોટો ઝટકો લાગ્યો છે. જેમાં અમુક ટીમોને તેમના દિગ્ગજ ખેલાડીઓને બહાર કરવા પડ્યા છે. આ લિસ્ટમાં વધુ બે દિગ્ગજ ખેલાડીઓના નામ સામે આવ્યા છે. આ બંને અનુભવી ખેલાડીઓ ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થયા છે. જેમાં એક ટીમને તો કેપ્ટન બદલવાની ફરજ પડી છે.

App Store

ઝિમ્બાબ્વેને મોટો ઝટકો 

ઝિમ્બાબ્વે માટે ખરાબ સામાચાર છે. જેમાં 40 વર્ષથી વિકેટકીપર-બેટર રહેલા બ્રેંડન ટેલર હેમસ્ટ્રિંગ ઈજાના કારણે ટુર્નામેન્ટની બાકીની મેચમાંથી બહાર રહેશે. કોલંબોમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચની પહેલા ટોસના સમયે ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રજાએ આ જાણકારી આપી હતી. ઓમાન સામેની પહેલી મેચમાં ટેલરને ઈજા પહોંચી હતી. આ મેચમાં ઝિમ્બાબ્વેએ જીત હાંસલ કરી હતી. જેમાં ટેલરે 30 બોલમાં 31 રન કર્યા હતા અને વિકેટકિપિંગ કરતી વખતે તેણે ત્રણ કેચ પણ ઝડપ્યા હતા. 

ટેલરની જગ્યાએ હવે બેન કરનને ટીમમાં સામેલ કરાયો છે. કરન એક ટોપ ઓર્ડર બેટર છે. ટેસ્ટ અને ODIમાં કરને સદી ફટકારી છે, પરંતુ T20Iમાં તે હજુ પહેલી મેચ રમશે. તેની એન્ટ્રીથી ઝિમ્બાબ્વેની બેટિંગમાં થોડી મજબૂતી આવવાની અપેક્ષા છે.

આ ટીમને કેપ્ટન બદલવાની ફરજ પડી

બીજી તરફ, આયરલેન્ડની ટીમનો કેપ્ટન અને અનુભવી ઓપનર પોલ સ્ટર્લિંગ ઘૂંટણમાં ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર રહેશે. ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી મેચ દરમિયાન ફિલ્ડિંગ ભરતી વખતે પોલ ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી બેટિંગ કરતી વખતે સિંગલ લેવાની કોશિશમાં ઈજા વધુ ગંભીર બની હતી. જેમાં સ્કેનથી લિગામેન્ટને નુકસાન થયું હોવાની પુષ્ટિ થઈ છે.

સ્ટર્લિંગની જગ્યાએ યુવા બેટર સેમ ટોપિંગને ટીમમાં સામેલ કરાયો છે. ટોપિંગ ડાબા હાથનો ઓપનર છે અને ગયા વર્ષે તેણે આયરલેન્ડ A માટે અફઘાનિસ્તાન A સામે ચાર ODI રમી હતી. સ્ટર્લિંગ બહાર છે, ત્યારે હવે કેપ્ટનશીપ બીજા ખેલાડીને સોંપવામાં આવશે.