આયુષ બદોનીએ ફટકારી બેવડી સદી, પ્રિયાંશ આર્યા એક રનથી ચૂક્યો; દિલ્હીની સામે ગુજરાતની હાલત ખરાબ

આયુષ બદોનીએ ફરી એકવાર શાનદાર ઉનિંગ રમી છે. રણજી ટ્રોફીમાં દિલ્હી તરફથી રમતા બદોનીએ મેચના પહેલા દિવસે સદી ફટકારી અને બીજા દિવસે તેને બેવડી સદીમાં ફેરવી દીધી. અગાઉ ઓપનર પ્રિયાંશ આર્યા ફક્ત એક રનથી બેવડી સદી ચૂકી ગયો હતો. દરમિયાન, દિલ્હીએ ગુજરાત સામે પ્રથમ ઈનિંગમાં મોટો સ્કોર નોંધાવ્યો છે, જેના કારણે ગુજરાત અનિશ્ચિત સ્થિતિમાં આવી ગયું છે.
આયુષ બદોનીએ 247 બોલમાં 217 રન બનાવ્યા
રણજી ટ્રોફીના એલીટ ગ્રુપ C મેચમાં દિલ્હી અને ગુજરાત આમને-સામને છે. બીજા દિવસની રમત હાલમાં ચાલી રહી છે. પ્રથમ દિવસે ઓપનર પ્રિયાંશ આર્યએ 220 બોલમાં 199 રન બનાવ્યા, જેમાં 24 ચોગ્ગા અને છ છગ્ગાનો સમાવેશ થાય છે, પરંતુ તે તેની બેવડી સદીથી માત્ર એક રન દૂર રહ્યો. દિલ્હીના કેપ્ટન આયુષ બદોનીએ પહેલા દિવસે સદી ફટકારી અને બીજા દિવસે તેની બેવડી સદી પૂર્ણ કરી. શાનદાર ઈનિંગ બાદ તે આઉટ થયો. બદોનીએ 247 બોલમાં 217 રન બનાવ્યા, જેમાં 22 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. ટીમે 500થી વધુ રન બનાવ્યા.
ટીમ ઈન્ડિયા માટે હજુ સુધી રમવાની તક મળી નથી
આયુષ બદોનીને હજુ સુધી ટીમ ઈન્ડિયા માટે રમવાની તકનથી મળી. જોકે, તેણે ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. તેણે 25 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી છે અને લગભગ 2,000 રન બનાવ્યા છે. 30 લિસ્ટ A મેચમાં પણ તેના 732 રન છે. 106 T20 મેચમાં, બદોનીએ 2,003 રન બનાવ્યા છે. આ પહેલા બંગાળ સામેની મેચમાં આયુષ બદોનીએ પ્રથમ ઈનિંગમાં 23 રન અને બીજી ઈનિંગમાં 85 રન બનાવ્યા હતા.
ગુજરાતને મેચ બચાવવા માટે સખત મહેનત કરવી પડશે
આ મેચમાં દિલ્હી એક મજબૂત ટીમ દેખાય છે. ટીમે 500થી વધુ રન બનાવ્યા છે અને હજુ પણ બેટિંગ ચાલી રહી છે. આયુષ બદોની ઈનિંગ ડિક્લેર કરે છે કે આખી ટીમ આઉટ થાય તેની રાહ જુએ છે તે જોવાનું બાકી છે. પરંતુ એક વાત નક્કી છે કે ગુજરાતે આ ટાર્ગેટ ચેઝ કરવા માટે ખૂબ સારી બેટિંગ કરવી પડશે.






