એશિયન પેરા ગેમ્સ 2026માં મોના અગ્રવાલે ગોલ્ડ મેડલ જીત્યો, ફાઈનલમાં ઈતિહાસ રચ્યો; અવની લેખરાને મળ્યો સિલ્વર

ભારતે એશિયન પેરા ગેમ્સ 2026માં પોતાનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો છે. મોના અગ્રવાલે મહિલાઓની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને શાનદાર વાપસી કરી. મોનાએ ફાઈનલમાં 250નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો. આ ઈવેન્ટમાં ભારતનો આનંદ બેવડો રહ્યો, કારણ કે ભારતની અવની લેખરાએ પણ 249.6ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો.
અગાઉ, મોના અગ્રવાલે ક્વોલિફિકેશન રાઉન્ડમાં પણ ટોચનું સ્થાન મેળવ્યું હતું. તેણે ક્વોલિફિકેશનમાં 629.1ના સ્કોર સાથે એશિયન પેરા ગેમ્સનો રેકોર્ડ બનાવ્યો. અવની લેખરા ક્વોલિફિકેશનમાં બીજા સ્થાને રહી. ભારતીય શૂટર્સે ફાઈનલમાં તેમના ક્વોલિફિકેશન પ્રદર્શનનું પુનરાવર્તન કર્યું, ગોલ્ડ અને સિલ્વર બંને મેડલ જીત્યા.
મોના અગ્રવાલ માટે આ ગોલ્ડ મેડલ ઐતિહાસિક છે, કારણ કે તે સ્ટેજ 2 સિરીઝ 2 પછી પાંચમા સ્થાને હતી. અવની લેખારા શરૂઆતથી જ સારા ફોર્મમાં હતી, જ્યારે મોના અગ્રવાલે અંતિમ કેટલાક શોટમાં અવિશ્વસનીય પ્રદર્શન કર્યું, 250નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો.






