IND vs PAK / ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા કોલંબો પહોંચ્યો રોહિત શર્મા, મેચ પહેલા ખેલાડીઓ સાથે કરી વાત

T20 વર્લ્ડ કપ 2026ની 27મી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા માટે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા કોલંબો પહોંચ્યો છે. ટોસ પહેલા રોહિત શર્મા મેદાન પર ભારતીય ખેલાડીઓ સાથે વાતચીત કરતો જોવા મળ્યો હતો. રોહિત શર્માની ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રોહિત શર્મા આ T20 વર્લ્ડ કપ માટે ICC બ્રાન્ડ એમ્બેસેડર છે.
પાકિસ્તાન ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વિશે વાત કરીએ તો પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાને આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર નથી કર્યો. જ્યારે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં અભિષેક શર્મા પ્લેઈંગ ઈલેવનમાં પાછો ફર્યો છે. આ મેચ માટે અર્શદીપ સિંહની જગ્યાએ કુલદીપ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મેચમાં બંને ટીમો કેવું પ્રદર્શન કરે છે તે જોવાનું રહેશે.
ભારતે રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ T20 વર્લ્ડ કપ 2024 જીત્યો
રોહિત શર્માની વાત કરીએ તો, ભારતે તેની કેપ્ટનશિપ હેઠળ T20 વર્લ્ડ કપ 2024 જીત્યો હતો. ટીમ ઈન્ડિયાએ તે વર્લ્ડ કપની ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું. તેથી, ટીમ ઈન્ડિયા પર આ વખતે ટાઈટલ ડિફેન્ડ કરવાનું દબાણ છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. બંને ખેલાડીઓ હાલમાં ફક્ત ODI ફોર્મેટમાં રમે છે. T20I ક્રિકેટ પછી તેઓ ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્ત થયા હતા.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારત: અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ.
પાકિસ્તાન: સેમ અયુબ, સાહિબજાદા ફરહાન, સલમાન અલી આગા (કેપ્ટન), બાબર આઝમ, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, ફહીમ અશરફ, ઉસ્માન ખાન (વિકેટકીપર), શાહીન આફ્રિદી, અબરાર અહેમદ, ઉસ્માન તારિક.

