INDVsNZ: ન્યૂઝીલેન્ડ પ્રથમ ઇનિંગમાં 259 રનમાં ઓલ આઉટ, વોશિંગ્ટન સુંદરની 7 વિકેટ
ભારતે પૂણેમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસના અંતે એક વિકેટ ગુમા

ભારતે પૂણેમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસના અંતે એક વિકેટ ગુમાવીને 16 રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલ (6) અને શુભમન ગિલ (10) રને રમતમાં છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા (0) રન બનાવીને આઉટ થયો હતો. આ પહેલા ન્યૂઝીલેન્ડ પ્રથમ ઇનિંગમાં 259 રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું. ભારત ન્યૂઝીલેન્ડ કરતા 243 રન પાછળ છે.
કોનવે-રચિનની અડધી સદી
ન્યૂઝીલેન્ડ તરફથી ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રએ સૌથી વધુ રન બનાવ્યા હતા. કોનવે (76) જ્યારે રચિન (65) રન બનાવીને આઉટ થયો હતો. આ સિવાય કેપ્ટન ટોમ લાથમ (15), વિલ યંગ (18), ડેરેલ મિશેલ (18), ટોમ બ્લંડેલ (3), ગ્લેન ફિલિપ્સ (9), મિશેલ સેન્ટનર (33), ટીમ સાઉથી (5), એજાઝ પટેલ (4) રન બનાવ્યા હતા.
વોશિંગ્ટન સુંદરની 7 વિકેટ
વોશિંગ્ટન સુંદરે કરિયરનો સર્વશ્રેષ્ઠ સ્પેલ નાખતા 7 વિકેટ ઝડપી હતી. વોશિંગ્ટન સુંદરનો બીજી ટેસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. સુંદરે રચિન રવિન્દ્ર, ડેરેલ મિશેલ, ટોમ બ્લંડેલ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, ટીમ સાઉથી, એજાઝ પટેલની વિકેટ ઝડપી હતી.
અશ્વિને તોડ્યો નાથન લિયોનનો WTC વર્લ્ડ રકોર્ડ
આર અશ્વિન- 189
નાથન લિયોન- 187
પેટ કમિન્સ- 175
મિશેલ સ્ટાર્ક- 147
સ્ટુઅર્ટ બ્રોડ- 134
ભારતની પ્લેઇંગ ઇલેવન
ભારતે ટીમમાં ત્રણ બદલાવ કર્યા હતા. ભારતે કેએલ રાહુલ, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજની જગ્યાએ શુભમન ગિલ, વોશિંગ્ટન સુંદર, આકાશદીપનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત, સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, આર.અશ્વિન, વોશિંગ્ટન સુંદર, આકાશદીપ, જસપ્રિત બુમરાહ








