પ્લેઓફની રેસમાંથી બહાર થવાની આરે મુંબઈ, પંડ્યાએ આ પ્લેયર્સ પર ફોડ્યું હારનું ઠીકરું
શનિવારે દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી IPL મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 10

શનિવારે દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી IPL મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 10 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ IPL 2024ની સિઝનમાં પ્લેઓફની રેસમાંથી બહાર થવાના આરે છે. હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સને આઈપીએલ 2024ની 9 મેચમાં માત્ર 2 મેચમાં જ જીત મળી છે. મુંબઈ ઈન્ડિયન્સને આ સિઝનમાં 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ 10 ટીમોના પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે.
મુંબઈ પ્લેઓફની રેસમાંથી બહાર થવાના આરે
મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં -0.261ના નેટ રન રેટ સાથે નવમા સ્થાને છે. IPL 2024ની સિઝનમાં કેપ્ટન અને ક્રિકેટર તરીકે હાર્દિક પંડ્યાનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા શનિવારે દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી IPL મેચમાં 10 રનથી હાર બાદ ખૂબ જ નારાજ દેખાઈ રહ્યો છે. આ હાર બાદ પ્લેઓફની રેસમાંથી બહાર થવાની અણી પર રહેલી મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમમાં મેચની સ્થિતિને સમજવાની વાત કરી હતી.
આ પણ વાંચોઃ MIના વિકેટ કિપર ઈશાન કિશનને ભારે પડી ભૂલ, BCCIએ સંભળાવી સખ્ત સજા
પંડ્યાએ હાર માટે ઠેરવ્યા આ પ્લેયરને જવાબદાર
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમના લેફ્ટ હેન્ડ બેટ્સમેન (તિલક વર્મા અને નેહલ વાધેરા) પર નિશાન સાધતા કહ્યું કે, આ બેટ્સમેનોએ અક્ષર પટેલ જેવા બોલર સામે વધુ રન બનાવવા જોઈતા હતા. હાર્દિક પંડ્યાએ કહ્યું, 'અમે લક્ષ્યનો પીછો કરવા માટે સકારાત્મક વલણ અપનાવ્યું હતું. અમે વચ્ચેની ઓવરોમાં થોડી વધુ તકો લઈ શક્યા હોત. લેફ્ટ હેન્ડ બેટ્સમેન કદાચ અક્ષર સામે કેટલાક વધુ મોટા શોટ રમી શક્યા હોત.
ઋષભ પંતે ઈમ્પેક્ટ પ્લેયર નિયમ પર સવાલ ઉઠાવ્યા
દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત એવા ભારતીય ખેલાડીઓની યાદીમાં સામેલ થયો જેણે 'ઈમ્પેક્ટ પ્લેયર' નિયમ પર ચિંતા વ્યક્ત કરી છે. સતત બે મેચમાં મોટો સ્કોર બનાવ્યા બાદ દિલ્હીની ટીમ બહુ ઓછા માર્જિનથી જીત નોંધાવી શકી હતી. અગાઉની મેચમાં ગુજરાત ટાઇટન્સને ચાર રને હરાવ્યા બાદ ટીમે શનિવારે મુંબઈ ઈન્ડિયન્સને 10 રને હરાવ્યું હતું. દિલ્હીએ તેનો સર્વોચ્ચ સ્કોર ચાર વિકેટે 257 રન બનાવ્યો હતો, પરંતુ લક્ષ્યનો પીછો કરતી વખતે મુંબઈ ઈન્ડિયન્સ જીતની નજીક આવી ગઈ હતી. તિલક વર્માની 32 બોલમાં 63 રનની ઈનિંગની મદદથી મુંબઈએ નવ વિકેટે 247 રન બનાવ્યા હતા.
જેક ફ્રેઝરની પ્રશંસા
ઋષભ પંતે મેચ બાદ કહ્યું, 'અમે 250થી વધુ રન બનાવીને ખૂબ જ ખુશ હતા, પરંતુ ઈમ્પેક્ટ પ્લેયરના નિયમને કારણે આટલા સ્કોરનો બચાવ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે.' 84 રનની ઇનિંગ રમીને મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો. પંતે કહ્યું, ‘તે પહેલા દિવસથી જ શાનદાર રહ્યો છે અને તમે યુવા ખેલાડી પાસેથી આ જ ઈચ્છો છો. તે દરેક મેચ સાથે સારો થઈ રહ્યો છે.








