WPL 2025 Retentions: ગુજરાતે આ ખેલાડીને રિલીઝ કરીને ચોંકાવ્યા, જાણો પાંચેય ટીમે ક્યા પ્લેયરને કર્યા રિટેન
list of retained players WPL 2025 | મહિલા પ્રીમિયર લીગ(WPL)ની ત્રીજી સીઝન માટે તમામ ટીમોએ રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. મુંબઈએ હર

મહિલા પ્રીમિયર લીગ(WPL)ની ત્રીજી સીઝન માટે તમામ ટીમોએ રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. મુંબઈએ હરમનપ્રીત કૌર સહિત 14 ખેલાડીઓને રિટેન કર્યા છે. જ્યારે યુપી વોરિયર્સે દીપ્તિ શર્મા સહિત 15 ખેલાડીઓને રિટેન કર્યા છે.
શું છે WPL 2025નો નિયમ?
મહિલા પ્રીમિયર લીગના નિયમ અનુસાર, દરેક ટીમમાં વધુમાં વધુ 18 ખેલાડી હોઈ શકે છે, જેમાં છ ખેલાડી વિદેશી સામેલ છે. આગામી સીઝન માટે બીસીસીઆઈએ હરાજી પહેલા પર્સની રકમ વધારી દીધી છે. 15 કરોડ રૂપિયા કરી દીધી છે. પહેલી સીઝનમાં આ 12 કરોડ રૂપિયા હતી, બીજી સીઝનમાં 13.5 કરોડ રૂપિયા હતી. અત્યાર સુધી બીસીસીઆઈએ હરાજીની તારીખની જાહેરાત નથી કરી.
આ પણ વાંચો: ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો દબદબો આ વખતે થઈ જશે ખતમ, વર્લ્ડકપ વિજેતા કેપ્ટને કર્યો મોટો દાવો
મુંબઈએ વોંગને કરી રિલીઝ
મુંબઈ ઈન્ડિયન્સે પોતાના રિટેન કરાયેલ ખેલાડીઓની યાદીમાં ઈઝી વોંગને સામેલ નથી કરી. ઈંગ્લેન્ડની આ ખેલાડી મહિલા પ્રીમિયર લીગની પહેલી સીઝનમાં હેટ્રીક લેનારી પહેલી બોલર બની હતી. મુંબઈ 2023માં આ લીગનું ચેમ્પિયન બન્યું હતું. આગામી સીઝન માટે મુંબઈએ તેને રિલીઝ કરી દીધી. ગત સત્રમાં 22 વર્ષીય બોલરે માત્ર બે મેચ રમી હતી.
ગુજરાતે સ્નેહ રાણાને રિલીઝ કરી
ગુજરાત જાયન્ટ્સે અનુભવી ઓલરાઉન્ડર સ્નેહ રાણાને રિલીઝ કરીને સૌને ચોંકાવી દીધા છે. આ સિવાય ફ્રેન્ચાઈઝીએ કૈથરીન બ્રાયસ અને લી તાહુહુને રિલીઝ કરી છે. મિની ઓક્શનમાં આ વખતે ફ્રેન્ચાઈઝી 4.4 કરોડનું પર્સ લઈને ઉતરશે.
ગુજરાત જાયન્ટ્સ
રિટેન: બેથ મૂની (કેપ્ટન), હરલીન દેઓલ, દયાલન હેમલતા, તનુજા કંવર, શબનમ શકીલ, મન્નત કશ્યપ, સયાલી સથાગરે, મેઘના સિંહ, પ્રિયા મિશ્રા, એશલે ગાર્ડનર, એલ વોલ્વાર્ડટ, ફીબી લીચફીલ્ડ.
રિલીઝ: સ્નેહ રાણા, કેથરીન બ્રાઇસ, તૃષા પૂજિતા, વેદા કૃષ્ણમૂર્તિ, તરન્નુમ પઠાણ, લી તાહુહુ.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
રિટેન: સ્મૃતિ મંધાના (કેપ્ટન), એસ મેઘના, ઋચા ઘોષ, એલિસ પેરી, જ્યોર્જિયા વેયરહેમ, શ્રેયંકા પાટિલ, આશા શોભના, સોફી ડિવાઇન, રેણુકા સિંહ, સોફી મોલિનેક્સ, એકતા બિષ્ટ, કેટ ક્રોસ, કનિકા આહુજા, ડેની વ્યાટ (ટ્રેડ).
મુંબઈ ઈન્ડિયન્સ
રિટેન: હરમનપ્રીત કૌર (કેપ્ટન), પૂજા વસ્ત્રાકર, યાસ્તિકા ભાટિયા, નેટ સાયવર-બ્રન્ટ, હેલી મેથ્યુઝ, અમેલિયા કેર, અમનજોત કૌર, સાઈકા ઈશાક, જીંતીમાની કલિતા, એસ સજના, કીર્તન બાલક્રિષ્નન, શબનીમ ઈસ્માઈલ.
દિલ્હી કેપિટલ્સ
રિટેન: મેગ લેનિંગ (કેપ્ટન), શફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, તાનિયા ભાટિયા, રાધા યાદવ, અરુંધતિ રેડ્ડી, શિખા પાંડે, સ્નેહા દીપ્તિ, મિન્નૂ મણિ, તિતાસ સાધુ, એલિસ કેપ્સી, મારિજૈન કેપ, જેસ જોનાસેન, એનાબેલ સધરલેન્ડ.
યુપી વોરિયર્સ
રિટેન: એલિસા હીલી (કેપ્ટન), તાહલિયા મેકગ્રાથ, ગ્રેસ હેરિસ, દીપ્તિ શર્મા (વાઈસ-કેપ્ટન), શ્વેતા સેહરાવત, સોફી એક્લેસ્ટોન, ચમરી અટાપટ્ટુ, કિરણ નવગીરે, રાજેશ્વરી ગાયકવાડ, અંજલિ સરવાણી, ઉમા છેત્રી, પૂનમ ખેમનાર, સાકર સુલતાના, વૃંદા દિનેશ.
https://twitter.com/wplt20/status/1854504494505374048








