મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL2024: પ્રથમ ક્વોલિફાયરમાં કોલકાતા સામે ટકરાશે હૈદરાબાદ, એલિમિનેટરમાં રાજસ્થાન અને બેંગલુરૂ વચ્ચે ટક્કર

IPL 2024 લીગ સ્ટેજ પૂર્ણ થઇ ગયો છે. પ્લે ઓફની ચારેય ટીમ નક્કી થઇ ગઇ છે. ક્વોલિફાયર-1

IPL2024: પ્રથમ ક્વોલિફાયરમાં કોલકાતા સામે ટકરાશે હૈદરાબાદ, એલિમિનેટરમાં રાજસ્થાન અને બેંગલુરૂ વચ્ચે ટક્કર

IPL 2024 લીગ સ્ટેજ પૂર્ણ થઇ ગયો છે. પ્લે ઓફની ચારેય ટીમ નક્કી થઇ ગઇ છે. ક્વોલિફાયર-1 અને એલિમિનેટર મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. 21 મેએ પ્રથમ ક્વોલિફાયરમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો રમાશે. એલિમિનેટરમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે મેચ રમાશે.


IPL 2024 પ્લે ઓફનો સંપૂર્ણ કાર્યક્રમ

પ્રથમ ક્વોલિફાયર- 21 મે- કોલકાતા નાઇટ રાઇડર્સVs સનરાઇઝર્સ હૈદરાબાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
એલિમિનેટર- 22 મે- રાજસ્થાન રોયલ્સ Vs રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
ક્વોલિફાયર-2- ક્વોલિફાયર-1માં હારેલી ટીમ અને એલિમિનેટરમાં જીતેલી ટીમ, 24 મે- ચેપોક સ્ટેડિયમ, ચેન્નાઇ
ફાઇનલ મેચ- 26 મે- ક્વોલિફાયર-1માં જીતેલી ટીમ Vs ક્વોલિફાયર-2માં જીતેલી ટીમ, ચેપોક સ્ટેડિયમ, ચેન્નાઇ

KKR-SRH વચ્ચે રમાશે પ્રથમ ક્વોલિફાયર

પ્રથમ ક્વોલિફાયર મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે 21 મેએ અમદાવાદમાં રમાશે. રાજસ્થાન રોયલ્સ 22 મેએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સામે એલિમિનેટરમાં ટકરાશે. તે બાદ 24મેએ ક્વોલિફાયર-2 ચેન્નાઇમાં રમાશે. આ મુકાબલો ક્વોલિફાયર-1માં હારનારી ટીમ અને એલિમિનેટર જીતનારી ટીમ વચ્ચે રમાશે. 26મેએ ક્વોલિફાયર-એક અને ક્વોલિફાયર-2 જીતનારી ટીમ વચ્ચે ચેન્નાઇના ચેપોકમાં ફાઇનલ મેચ રમાશે.

વરસાદ બની રાજસ્થાનની વિલન

રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રવિવારે IPL2024ની અંતિમ લીગ મેચ રમ્યા વગર જ રદ થઇ ગઇ હતી. આ મેચનો ટોસ 10.30 વાગ્યે થયો હતો જેને KKRએ જીત્યો હતો અને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. જોકે, મુકાબલો શરૂ થયા પહેલા ફરી એક વખત વરસાદની એન્ટ્રી થઇ હતી. તે બાદ મેચને રદ કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો