કોહલીએ રચ્યો ઇતિહાસ; વનડેમાં 14000 રન કર્યા પૂરા, સચિનનો તોડ્યો રેકોર્ડ
ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના નામે એક ઐતિહાસિક રેકોર્ડ નોંધાવ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના નામે એક ઐતિહાસિક રેકોર્ડ નોંધાવ્યો છે. તેણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો એક મહાન રેકોર્ડ તોડી નાખ્યો છે. કોહલી હવે ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 14 હજાર રન બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે.
ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના નામે એક ઐતિહાસિક રેકોર્ડ નોંધાવ્યો છે. તેણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો એક મહાન રેકોર્ડ તોડી નાખ્યો છે. કોહલી હવે ODI ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૪ હજાર રન બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે.
કોહલીએ 299મી ODI મેચની 287મી ઇનિંગમાં આ સિદ્ધિ હાંસલ કરી. અગાઉ આ રેકોર્ડ સચિનના નામે હતો, જેમણે 350મી ઇનિંગમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. સચિન પછી, શ્રીલંકાના કુમાર સંગાકારાએ 378 ઇનિંગ્સમાં 14 હજાર ODI રન બનાવ્યા હતા.
ભારત-પાકિસ્તાન મેચમાં પ્લેઇંગ-11
ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી
પાકિસ્તાન ટીમ: બાબર આઝમ, સઈદ શકીલ, મોહમ્મદ રિઝવાન (કેપ્ટન/વિકેટકીપર), ઇમામ ઉલ હક, સલમાન અલી આગા (ઉપ-કેપ્ટન), તૈયબ તાહિર, ખુશદિલ શાહ, અબરાર અહેમદ, હરિસ રૌફ, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી








